” …. પાલા બયણી…”
લઈ લો.. ટ્રેન,.. રેલ્વે સ્ટેશન..પોર્ટ… એરપોર્ટ…. બેંકો… દુરદર્શન.. એલઆઇસી,….
એક દેવુપુજકબાઈ પોતાના મેલાઘેલા લુગડામા જોરશોરથી બુમો પાડી રહી હતી.. મને કમત સુજી. મે એને બોલાવી. એ હોશેહોશે આવી. પોતાના મોટા ટોપલાને મારે હાથેથી નીચે ઉતરાવ્યો…અને એના ટિપિકલ અવાજ કહયુ..
“કયો… સા’ભ હુ વતાડુ?”
“શુ શુ વેચે છે?” મે કહયૂ… અને એ થોડી ઝન્નાઇ.
“જોવો સા’બ બોણીનો ટેમ સે… લેવુ હોય તો જ ટોપલો ખોલુ…પેલા નૉમ કોં…
” કોનુ મારું નામ?
” તાંણ કનુ મારુ? નૉમ વગર મુ કોય નાં વેચુ.. આ કોય પાલબયણી નહી. તાંણ હુ.. ”
“એક એરપોર્ટ લેવુ છે.. ”
” લેવા જેવૂ સ… મુ એ કાલ જ ચાર ડફણાવી માર્યા.. બોલો ચેયુ આલુ… ”
” અમદાવાદનું સરદાર વલ્લભભાઈ…”
“સરદારને તો મુ એ પેલ્લા જ વેચી ખાધાસ્… ”
” ત્યારે એક કામ કર ..મુંબઈનું શિવાજીવાળુ કાઢી આપ..”
“શિવાજી યે જ્યાં હોળના ભાવમ્.. ઈમ કરો ઘોલેરા ક્ ચોટિલા લઈ લ્યો…” એણે જાળ બિછાવી..
“અમને મુરખ સમજે છે? એ એરપોર્ટ હજી ક્યા બન્યા છે?”
” જ્યારે બનશે તાંણ હાચા.. પણ અતાર થી ગરાક હોય તો અમન બનાવવાની ખબર પડ્.. તમે હાવ ગૌંડા સો.. બોલો આલી દઉ? ..”
“હજી કેટલા એરપોર્ટ બાકી છે? ”
” તમાર શું પંચાયત સ.. બોલો કલકતાનુ ડમડમ લેવુ સ.. મમતાબૂન જોડે તમાર્ લમણાં લેવાના.. ”
” કેટલામા કાઢવુ છે… ”
” કૉન લાવો.. ” કહીને એ ઠગારી એનુ મ્હો મારા કાન નજીક લાવી. અને કોઈ ન સાંભળે રીતે મારા કાનમાં વ્હીસપરીંગ કર્યુ.. આંકડો સાંભળીને મારા હોશકોશ ઊડી ગયા..એક ક્ષણ માટે હુ ઢાંકેલા ટોપલા સામે અવાચક નજરે જોઈ રહ્યો.એની સામે તો જોવાની હિમ્મત કમ સે કમ મારામા તો રહી નહોતી…
” ચ્યમ ભાવ હોભળી હવા નેચરી જંઈ?”
“તે ભાવ જ એવા કીધા. પછી..”
“તે તમાર્ ચૉ ઘરના આલવાન્ સ્..” ધુતારીએ પોતાનો અસલી રંગ બતાવવા માંડ્યો..
“એટલે…?”
“એટલે ને બેટલે… તમે કાઠા થાવ્. બેંક મથી લોન મુ અલાઈસ્…
” પછી બેંકમા લોન કોણ ભરશે? ”
” લે ભરવા માટ્ લોન લેવી સ્? તમ તો હાવ ગૉડાં સો… અલ્યા ભ’ઈ એરપોર્ટ તમારુ… વિમૉન તમારા.. આખેઆખા અમેય તમારા… કૉય થાય તો નાહી જજો સેપટિયા લઈન્… ચારપૉચ વરસ પછ અમેય તોં જ આબ્બાના સ.. રઈસુ હંપીન્.. અન્ તિરંગો ત્યો ઉડાડીસુ..
હું એ ધુતારીને ધારી ધારીને જોઈ રહ્યો…..
” એ સા’બ.. હુ જોઈ રહ્યો સ્ મારા રોયા… કોઇ દા’ડો બઈમોણસ ભાળી નહી કં હૂં… ચ્યારનોય ડોળા ફાડી ન્ જોઈ રહ્યો સ્.. હજી એક પાટલૂન હોય તો લાય્…તાંણ આ તપેલી આલુ….
હુ વિચાર માથી બહાર આવ્યો તપેલીના ભોગે પેન્ટ ગુમાવવવુ પાલવે તેવુ નહોતુ.. કારણ કે મારી હવે એક જ પેન્ટ બચ્યુ હતુ.. મારે મારી આબરુ જાળવવા માટે આ પેન્ટ જાળવવુ જરુરી હતુ..
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા