થોડીક રમુજો… 😜ફરજચુસ્તતા😜

થોડીક રમુજો…
😜ફરજચુસ્તતા😜
ચાર પાંચ પોલીસવાળા આવ્યા અને દારુ વેચનાર બુટલેગરને માસ્ક ન પહેરવા બદલ એની 1000 રુપિયાની પાવતી ફાડી જતા રહ્યા.
😊સદીઓનો બદલો😊
રસ્તે ચાલતા પોલીસને સામો આવતો જોઈને છાતી સુધી ઘુમટો તાણેલી નવોઢાએ મુછાળા વડસસરાને કહયુ
“ભા.. મોઢુ બરાબર ઢાંકો…”
😉નવજાત 😉
તમારા છોકરાએ માસ્ક પહેર્યું જ નથી.. લાવો
હજાર રુપિયા…
એ ભાઈ… હજી એ બચ્ચું હાલ જ જન્મ્યુ છે.. તમને લેબરરુમમા કોણે આવવા દીધા… મા ને બદલે લેડી ડોક્ટરે જવાબ આપ્યો…
😀ખરાબ અનુભવ😀
“અલી કાલે તો તારી ડેટ હતી.. તોય કેમ તારો મુડ ખરાબ છે..”
“જવા દે ને… લોકો ઉપરથી મારો ભરોસો જ ઉડી ગયો છે… કાલે બાગના એકાંતમા પેલાને કિસ કરવા જેવો માસ્ક ઉતાર્યો.. પેલા હરામખોરે ધડ દઈને 1000 રુપિયાની પાવતી પકડાવી દીધી..લગીરેય શરમ ના રાખી બોલ…..
😭ગંભીર ભુલ😭
જેવા ભાભા હોસ્ટલની રુમમા પ્રવેશ્યા અને રુમની વળગણી ઉપર નજર નાખી કે તૂર્ત જ તાડૂકયા..
“ના લાયક… હરામખોર તને આવા ધંધા કરવા શહેરમાં ભણવા મૂક્યો છે…”
( નોંધ: બે N.95 માસ્ક એક સાથે નજીક નજીક વરગણી ઉપર ન રાખવા)
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા