*સ્વાભિમાન ….*
સાંજનો સમય ..
તોય સાડાસાત વાગ્યા હતા…
એજ હોટેલ,
એજ ખૂણો,
એજ ચા અને એજ સિગરેટ,
એક કશ અને એક ઘૂંટડો …
સામે બીજા ટેબલ પર એક માણસ અને આઠ દસ વરસની એની છોકરી ..
શર્ટ પણ ફાટલો અને એના જેવો જ ઉપરના બે બટન ગાયબ ,
મેલી ઘેલી પેન્ટ થોડીક ફાટેલી,
રસ્તો ખોદવાવાળો મજુર હોવો જોઈએ ….
છોકરીએ સરસ બે વેણી નાખેલી, ફ્રોક થોડો ધોયેલો લાગતો હતો….
એના ચહેરા પર અતિશય આનંદ…
અને કુતૂહલવશ એ બધી જગ્યાએ આંખો મોટ્ટી મોટ્ટી કરીને, આંખો ફાડીફાડીને જોતી હતી …
માથા પર ઠંડી હવા ફેંકતો પંખો …….. બેસવા માટે એકદમ પોચો પોચો સોફા,,,,એના માટે સુખની સીમા જાણે …
વેઇટરે બે સ્વચ્છ ગ્લાસ એકદમ ઠંડુ પાણી મુક્યું …
દીકરી માટે એક ઢોસો લાવજો ને,
એ માણસે વેઇટરને કીધુ …
દીકરીનો ચહેરો વધુ ખીલ્યો ..
અને તમને ….
ના ના, બેટા મને કશુ નહી …
ઢોસો આવ્યો,
ચટણી સાંભાર જુદો,
ગરમાગરમ મોટ્ટો ફુલેલો ..
છોકરી ઢોસો ખાવામાં એકદમ મશગુલ,
એ એની સામે કૌતુકથી જોતા જોતા પાણી પીતો હતો ….
એટલામાં એનો ફોન વાગ્યો …
આજકાલની ભાષામાં ડબ્બા ફોન…
એ મિત્રને કહેતો હતો,
આજે દીકરીનો હેપ્પી બડડે છે …
એને લઈને હોટેલમાં આવ્યો છુ ..
નિશાળમાં પહેલો નમ્બર આવીશ તો, તને મોટ્ટી હોટેલમાં મસાલા ઢોસા ખવડાવવા લઈ જઈશ, એવુ કીધુ હતુ …
એ ઢોસો ખાતી હતી..
થોડો પોઝ ….
ના રે… બંને માટે ..તો.. કેમ.. પોસાય?…
ઘરે દાળભાત છે ને મારા માટે …
ગરમાગરમ ચાની ચુસકીથી દાઝતા, હુ ભાનમાં આવ્યો ..
ગમે એવો હોય …!!
શ્રીમંત કે ગરીબ બાપ,
દીકરીના ચહેરા પર સ્મિત જોવા માટે કંઈપણ કરશે ..
મેં કાઉન્ટર પર ચા અને બે ઢોસાનુ બિલ આપ્યુ અને કીધુ ..
હજુ એક ઢોસો અને ચા ત્યાં મોકલો ..
બિલ કેમ નહી, એવુ પૂછે તો કહેજો ….
આજે તમારી દીકરીનો જન્મદિવસ છે ને ….
તમારી દીકરી નિશાળમાં પહેલી આવી છે ને ….
અમે તમારુ બોલેલુ સાંભળ્યુ …..
માટે અમારી હોટેલ તરફથી ખાસ ….
આમ જ ભણજે બેટા ….
આનુ બિલ નથી …..
પણ ……. પણ …..
*મફત આ શબ્દ વાપરતા નહી*…
*એ બાપનુ સ્વાભિમાન મારે દુખવવું નહોતુ* ….!!
અને હજુ એક ઢોસો એ ટેબલ પર ગયો ..
હુ બહારથી જોતો હતો ..
બાપ બઘવાઈ ગયેલો હતો, બોલ્યો ….
એક જ કીધુ હતુ મેં …
ત્યારે મેનેજરે કીધુ …
અરે, તમારી દીકરી નિશાળમાં પહેલી આવી, અમે એ સાંભળ્યુ ..
માટે હોટેલ તરફથી આજે બંનેને ફ્રી …
બાપાની આંખોમાં પાણી આવ્યુ, દીકરીને કીધુ …
જો આવી જ રીતે ભણીશ તો શુ શુ મળશે ….
બાપા એ વેઇટરને કીધુ
આ ઢોસો બાંધી(પાર્સલ) આપશો કે? …
હુ અને મારી પત્ની ,અમે બન્ને અડધો અડધો ખાઈશુ ….
એને પણ કયા આવુ ખાવાનુ મળવાનુ …
અને હવે મારી આંખોમાં પણ ખળખળ પાણી આવ્યુ ….
*અતિશય ગરીબાઈમાં પણ માણસાઈ જાળવતા માણસો છે હજુ* ………