બનાસકાંઠા જિલ્લામાં કોવિડ-૧૯માં વિશિષ્ટ કામીગીરી કરનાર ૨૧ કોરોના વોરીયર્સનું સન્માન કરાયું.

પાલનપુર: કોવિડ-૧૯માં આરોગ્ય અને સેવા ક્ષેત્રે વિશિષ્ટશ કામગીરી કરનારા બનાસકાંઠા જિલ્લાના ૨૧ જેટલાં કોરોના વોરીયર્સનું જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી સંદીપ સાગલેના હસ્તે પ્રમાણપત્ર આપી, શાલ ઓઢાડી સન્માન કરાવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય કચેરીના તબીબોમાં ડીસા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ર્ડા. જે. એચ. હરીયાણી, એન. સી. ડી. પ્રોગ્રામ ઓફિસરશ્રી ર્ડા. સાલુબેન ચૌધરી, એ. પી. એમ. ર્ડા. ભારમલ પટેલ, રામસણ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરશ્રી ર્ડા. શ્રધ્ધા મોદી, ધાનેરા આસી. તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ર્ડા. મીનાક્ષી રાજપૂત, મડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરશ્રી ર્ડા. એકતા ચૌધરી, લાખણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ નર્સ શ્રીમતી ભાવનાબેન પરમાર, ભડથના સ્વીપર શ્રી હરીભાઇ કાનાભાઇ તુરીનો સમાવેશ થાય છે. કોરોનાને મ્હાત આપનાર પાલનપુર ઢુંઢીયાવાડીના રહેવાસી શ્રી હંસરાજભાઇ દેવાજી ઘાવરી અને ડીસા અસગરી સોસાયટીના રહીશ શ્રી બરકતઅલી ઉસ્માનઅલી ખોખરનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આપદા મિત્ર તરીકે કામ કરતાં શ્રી હિતેશકુમાર મેવાડા, એથ્લેટીક્સમાં શ્રી જગદીશભાઇ ઠાકોર, યોગાસનમાં શ્રી આસ્થા ગૌસ્વામી અને શ્રી ધ્રુવગીરી ગૌસ્વામીનું ટ્રોફી અને બ્લેઝર આપી સન્માન કરાયું હતું.
લોકડાઉનમાં સેવાના ક્ષેત્રમાં કોરોના વોરીયર્સ તરીકે કામ કરનાર ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના ચેરમેનશ્રી ગિરીશભાઇ જગાણીયા, પરિવર્તન યુવા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી મનોજ ઉપાધ્યાય, સદભાવના ગ્રુપ પાલનપુરના પ્રમુખશ્રી, જલારામ ટ્રસ્ટ ડીસાના પ્રમુખશ્રી, જમીયત ઉલ્મા- હિંદના પ્રમુખશ્રી, વિવેકાનંદ મંડળના પ્રમુખશ્રી ગૌરાંગ પાધ્યા અને વાલીશ્રી હિતેષભાઇ ચૌધરી તથા ગણેશ યુવક મંડળના પ્રમુખશ્રીનું પ્રમાણપત્ર આપી કલેકટરશ્રીના હસ્તે સન્માન કરાયું હતું.