જો તમે રૂપિયા 20000ઉપરનું હોટલનું બીલ કે 50000 ઉપરનું પ્રીમિયમ ભરતા હશો તો આવકવેરાની નજરમાં આવી જશો
સ્ટેટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ ટ્રાન્ઝેક્શનમાં આ બાબતોનો ઉમેરો કરવા સરકાર વિચારી રહી છે
દેશમાં કરદાતાઓની સંખ્યા વધારવા માટે સરકાર તથા સીબીડીટી દ્વારા પ્રયાસો હાથ ધરાયા
દુનિયામાં સૌથી વધુ વસ્તી માં બીજા નંબરનું સ્થાન ધરાવતા ભારત દેશમાં કરદાતાઓની સંખ્યા નહીવત છે માટે સરકાર દ્વારા કરદાતાઓની સંખ્યા વધારવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં જો હવે તમે હોટલનું બીલ વીસ હજાર કે તેથી વધુ ચૂકવી હશે કે ૫૦ હજારથી વધુનો પ્રીમિયમ ભર્યું હશે તો પણ તે આઈકર વિભાગ ની નજરે ચડી જશે.
સરકારની કરદાતાઓ વધારવા માટે પગલા લેવાના આયોજન થઈ રહ્યા છે તે અંગે માહિતી આપતા ટેક્સ એડવાઈઝર પ્રમોદ પોપટે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી એક દિવસ પહેલા જ ફેસલેસ સ્ક્રુટીનીની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે 130 કરોડની વસતી ધરાવતા દેશમાં ફક્ત દોઢ કરોડ કરદાતા જ ટેક્સ ભરે છે. બાકીના પાંચ કરોડ કરદાતાતો અઢી લાખ કરતા નીચેની આવક દર્શાવી રિટર્ન ફાઇલ કરી દે છે જે ખૂબ જ ઓછી સંખ્યા છે.
આથી ટેક્સ ભરનાર કરદાતાની સંખ્યા વધારવા દરેક કંપનીઓ, બેંકો ,વીમા કંપની કંપની ,હોટલો, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ, માટે કરદાતાઓના મોટા ટ્રાન્ઝેકશન અંગેનો ડેટા ,સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશન મારફતે વાર્ષિક રિટર્નમાં મંગાવવામાં આવે છે જે દરેક કંપનીઓ 30મી એપ્રિલ સુધીમાં ફાઇલ કરવું પડે છે. તમારા દરેક વ્યક્તિના PAN અને એડ્રેસ ની માહિતી આવકવેરા વિભાગને મળે છે આ બધી જ માહિતી ના કરતા ના ફોન નંબર 26AS માં પણ હવેથી દેખાવા માંડી છે એટલે કરદાતા જો આવક અંગેની માહિતી આપી કે નહીં ભરે તો દંડ અને સજાની આકરી જોગવાઈઓ નો ભોગ બની શકે છે.
હવે કેટલાક નવા સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશન ઉમેરો થવાનો છે જેવા કે 20હજાર ઉપરનું હોટલનું બીલ, રૂપિયા 50હજારનું પ્રીમિયમ કે મેડીક્લેમ પ્રીમિયમ, ત્યારબાદ બે લાખ ઉપર વિદેશ પ્રવાસ તેમજ એક લાખ ઉપરની બાળકોની સ્કૂલની ફી ભરશો તો પણ જવાબ આપવો પડશે .
આ સિવાય બે લાખ ઉપર ક્રેડિટ કાર્ડનો ખર્ચ ,બે લાખ ઉપર શેરબજારનું રોકાણ પણ રોકાણ, 10 લાખ ઉપરાંતની રકમ બચત ખાતામાં , 10 લાખ ઉપર બેંકની FD. તમે પાંચ લાખ ઉપર નો ડિબેન્ચર અગાઉ સમાવેશ થયેલ છે.
કરચોરી પકડવા અને કરદાતાઓની સંખ્યા વધારવા સીબી અથાગ પ્રયત્નો કરી રહી છે આ ટ્રાન્ઝેક્શન ઉમેરો ફરવાથી કરદાતાની સંખ્યા માં ચોક્કસ વધારો થવાની સંભાવના છે.