*📌ભરૂચ: અંક્લેશ્વર ની એસવીઇએમ હાઈસ્કૂલ ખાતે પોક્સો એક્ટ કાનૂન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અંક્લેશ્વર ની એસવીઇએમ હાઈસ્કૂલ ખાતે મહિલા એડવોકેટ દ્વારા વિદ્યાર્થીનીઓ ને બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ પોક્સો એક્ટ ના કાયદા અંગે જાગૃતતા અંગે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીનીઓ ને પોક્સો એક્ટ અંગે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.

ગુજરાત રાજ્યના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ ના પેટ્રોન ઈન ચીફ અરવિંદ કુમાર તથા એક્ઝીક્યુટીવ ચેરમેન . સોનિયાબેન ગોકાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય સેવા સત્તા મંડળ દ્વારા તા 20 ઓક્ટોબર સુધી સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કોલેજો માં વિદ્યાર્થીઓ ને બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ પોક્સો એક્ટ ના કાયદા અંગે જાગૃતતા અંગે કાનૂની શિબિર ના આયોજન ના ભાગ રૂપે અંક્લેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા અંક્લેશ્વર નાં દિવા રોડ ઉપર આવેલ એસ વી ઈ એમ હાઈસ્કૂલ ખાતે એડવોકેટ પ્રીતિ તિવારી અને એડવોકેટ સપનાસીંગ ની અધ્યક્ષતા હેઠળ પોક્સો એક્ટ અંતર્ગત કાનૂની જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીની ઓ ને બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ પોક્સો એક્ટ ના કાયદા અંગે વિગતવાર માહિતી પુરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્કૂલનાં આચાર્ય સહિત શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતાં.