દેવચકલી. – લેખક: જગત કીનખાબવાલા.

*લેખક: જગત. કીનખાબવાલા*
*Non Fiction*
*ફરી કુદરતના ખોળે*.*દેવચકલી/ Indian Robbin / Kalchuri (Hindi)/ Copsychus fulicatus**શુકનિયાળ દેવચકલી*શહેરી અને ગ્રામ્ય એમ દરેક લોકોમાં જાણીતી દેવચકલી શુકનિયાળ ગણાય છે. આખા ભારતવર્ષમાં જોવા મળતી આ દેવચકલી દક્ષિણ ભારતમાં તેઓના શરીરનો ઉપરનો ભાગ કાળાશ રંગ ઉપર જાય છે જયારે ઉત્તર ભારતમાં તેઓનો શરીરનો ઉપપરનો ભાગ કથ્થાઈ રંગ ઉપર જાય છે. મુખ્યત્વે આખી કાળાશ રંગ ધરાવતી આ દેવચકલીના નરમાં તેના ખભો કહેવાય તે ભાગમાં બંન્ને બાજુ એક પાતળી સફેદ પટ્ટી હોય છે, જે જુદી જુદી જગ્યાએથી જુવો તો ક્યારેક સફેદ રંગ ધ્યાનમાં પણ ન આવે! તેના શરીરનો પેટનો ભાગ ચમકીલો હોય છે જેમાં સૂર્ય પ્રકાશ પડે તો તેમાં એક ચમકીલી ભૂરાશ રંગની જાંખ દેખાય. નર દેવચકલી અને માદા દેવચકલીને પૂંછડીનો શરૂઆતનો ભાગ નીચેથી ઘેરો લાલ હોય છે જે માદામાં થોડોક આછો લાલ હોય છે. માદા દેવચકલી ઘેરા ભૂખરા બદામી રંગની હોય છે અને સામાન્ય રીતે સ્વભાવે બે જણ સજોડે ફરે. સંખ્યાબળમાં પણ સારીએવી સંખ્યામાં બધે વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે (ફોટો).૧૭૬૦ની સાલના અરસામાં ફિલિપિન્સ દેશમાં તેના વિષે પહેલી વખત ઇતિહાસમાં એક ફ્રાન્સના પક્ષીવિદે તેની નોંધ લીધી છે. ભારતવર્ષના ૧૭ કોમન પક્ષીમાંનું આ એક પક્ષી છે. એશિયા ખંડમાં વ્યાપક રીતે જોવા મળે છે.બહાર જતાં સામે દેખાઈ જાય તો લોકો માને કે સફળતા તેમને ચૂમશે. આ પ્રકારનો શુકનિયાળ ઉલ્લેખ અચૂક લોકકથા અને સાહિત્યમાં જોવા મળે. *કેવો વિરોધાભાષ, કાળા રંગના કપડાં સામાન્ય રીતે શુભ કામ કરવા જાવ ત્યારે ના પહેરો પણ કાળી દેવચકલી સામે દેખાય તો શુકનિયાળ ગણે, રે કાળા માથાનો માનવી*.લગભગ ૭ ઇંચ એટલેકે ૧૬ થી ૧૭ સેન્ટિમીટર લંબાઈનું છે આ પક્ષી અને તેને ૬ થી ૮ સેન્ટિમીટર લાંબી પૂંછડી હોય છે. તેની પીઠ ઉપર પૂંછડી ટટ્ટાર ઊંચી કરવાની મુદ્રા ચોક્કસ કોઈ યોગમુદ્રાથી ઓછી ન આંકી શકાય તેવી અને નયનરમ્ય હોય છે અને તે દરમ્યાન તેની પૂંછડી ખેંચીખેંચીને ઊંચે નીચે કરે તે નાચની મુદ્રા લાગે! આ મુદ્રા તેમના પ્રજનન કાળના સમયમાં વધારે જોવા મળે અને તેનાથી નર દેવચકલી માદા દેવચકલીને સમાગમ માટે રીઝવતો જોવા મળે (વીડિયો). આનાથી કસરત પણ થાય અને ઉડવા માટે પાંખને મજબૂતી આપતા સ્નાયુઓને વધારે ઓક્સિજન મળે છે. તેનામાં એક શારીરિક વિશેષતા વિકસેલી છે. પોલાં હાડકાથી બનેલો બાંધો મજબૂત હોય છે. રીતભાતમાં ચપળ હોય છે.
ઝાડ, છોડ અને વીજળીના થાંભલા કે વીજળીના વાયર ઉપર ઠેકડા મારતી જોવા મળે અને વધારે સમય જમીનની નજીક પણ જોવા મળે. તેઓ જીવ ભક્ષી ખોરાક લે છે. તે દેડકાં અને ગરોળી પણ ખાય અને અંધારું થતાં જીવડાં બહાર આવે તે પણ ખાઈ લે. તેમને ખોરાક ચાવવા માટે દાંત નથી હોતા પણ પાચક અવયવોમાં વિશિષ્ટ રચના (ગિઝાર્ડ) ખોરાકને દળી નાખવાનું કામ કરે છે.*પ્રેમ અપાર*
*સદા દિવ્ય સાકાર*
*અડગ શ્રદ્ધા*
*હાઈકુ: જગત.કીનખાબવાલા*સુંદર અવાજ ધરાવતું આ પક્ષીની ગણના બીજા સુંદર ગાતા પક્ષીઓમાં થાય છે. તેનો કંઠ મધુર હોય છે અને ઝીણી ઝીણી સિસોટી મારીને તે ગાય છે. નર દેવચકલી માદા દેવચલકીને રીઝવવા ગાય જયારે નર દેવચકલી જુદા પ્રકારના ગીતો ગાઈને પોતાનો વિસ્તારની હદ બીજા નર દેવચકલીને પોતાના વિસ્તારની જાણ કરે. આમ બીજા નર દેવચકલીને પોતાના નક્કી કરેલા વિસ્તારમાં આવવા ન દે. પોતાના પીંછા પણ ફફડાવીને બીજા નર દેવચકલીને આક્રોશ બતાવી દૂર રાખે. ભારતવર્ષમાં જુદા જુદા વિસ્તારમાં તેમની ઈંડા મુકવાની જુદી જુદી ઋતુ હોય છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનાથી જૂન મહિનામાં ઈંડા મૂકે છે, એટલેકે વર્ષાઋતુ શિવાયની ઋતુમાં ઈંડા મૂકે.ઈંટોની બખોલમાં પણ ઘાસફૂસ ભરીને ઈંડા મૂકે અને તે એકજ માળો વારંવાર વાપરે. મોટા ભાગે ત્રણથી ચાર ઈંડા મુક્તિ હોય અને ઘણી વખત સાત ઈંડા મુક્તિ પણ અપવાદરૂપે જોવા મળે છે. તેના ઈંડા લાલાશ ઉપર અને છેડેથી ઘેરા કથ્થઇ અને જુદી જુદી છાંટના રંગોવાળા અને ઈંડા આકારના હોય છે. માદા દેવચકલી ઈંડા સેવવાનું કામ કરે અને બારથી ચૌદ દિવસમાં ઈંડા સેવાઈ જાય છે. નર દેવચલકી અને માદા દેવચકલી બંન્ને ખોરાકમાં જીવડાં અને ઈયળો લાવી ખવડાવે. પાંચથી છ વર્ષનું આયુષ્ય ધરાવે છે અને ઘણી વખત મોટા શિકારી પક્ષીનો શિકાર બની જાય છે. નોંધ રાખેલું દેવચકલી પક્ષી લાંબામાં લાબું અગિયાર વર્ષનું આયુષ્ય ભોગવેલું નોંધાયેલું છે.*કામણગારુ*
*કડક બાદશાહી*
*પ્રેમી પંખીડું*
*હાઈકુ: જગત.કીનખાબવાલા*(સાથે જે વિડિઓ અને ફોટો છે તે મે અને જૂન, ૨૦૨૦ માં મહિનામાં લેખકના ઘરે લેખકે ઉતારેલી છે).*લેખક: જગત.કિનખાબવાલા*
*Author of the book:*
*Save The Sparrows*
*Ahmedabad*
Email: jagat.kinkhabwala @gmail.com