IT સર્વેની કામગીરી હવેથી માત્ર ઇન્વેસ્ટિગેશન વિંગ તેમજ ટીડીએસના કમિશનરો જ કરી શકશે.

સ્થાનિક અધિકારીઓની કનડગતમાંથી કરદાતાઓને રાહત મળશે

CBDTએ સર્ક્યુલર બહાર પાડી સર્વેની કામગીરી વોર્ડ ઓફિસરો કરશે નહીં એવી સત્તાવાર જાહેરાત કરી

CBDT દ્વારા સર્ક્યુલર બહાર પાડી સર્વેની કામગીરી વોર્ડ ઓફિસરો કરશે નહીં તે કામગીરી હવે માત્ર ઇન્વેસ્ટિગેશન વિંગ ના અધિકારીઓ તથા ટીડીએસ કમિશનરોજ કરશે એવી સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણયને કારણે કરદાતાઓને સ્થાનિક ઇન્કમટેક્સ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કનડગત લગભગ બંધ થઈ જશે અને ભ્રષ્ટાચાર પણ મહદ અંશે ઘટી જશે.

CBDTની મહત્વની જાહેરાત અંગે વિસ્તૃત માહિતી આપતા ટેક્સ એડવોકેટ પ્રમોદ પોપટે જણાવ્યું હતું કે
આવકવેરા વિભાગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરદાતાઓ માટે ફેસલેસ એસેસમેન્ટ તેમજ ટેક્સ ચાર્ટર લોન્ચ કર્યા બાદ CBDTએ સર્ક્યુલર જારી કરીને આવકવેરા કાયદાની કલમ ૧૩૩ Aમુજબ કરદાતાને ત્યાં કરાતા સર્વેની કામગીરી ઉપર બ્રેક લગાવી દીધી છે અત્યાર સુધી આ કામગીરી જે તે રેન્જના એડિશનલ કમિશનર ની ઓથોરિટી થી કરવામાં આવતી હતી અને કમિશનરની નીચે કામ કરતા વોર્ડ ઓફિસર કરદાતાને ત્યાં સરવેની કામગીરી કરતા હતા .
આ ઓફિસરો દ્વારા ઘણી વાર કરદાતા ઉપર દબાણ કરીને તેમની પાસેથી કાળા નાણાં તથા સ્ટોક વગેરેમાં કબૂલાત કરાવવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી ઘણી વખત કરદાતાઓને ધાક-ધમકીથી પણ કબૂલાતો કરાવવામાં આવતી હતી આથી CBDT એ તેની પાસેના પાવર ની કલમ 119 સર્ક્યુલર જારી કરીને જાહેરાત કરી છે કે આજથી આ કામગીરી ફક્ત ઇન્કમટેક્સની DGIT વિંગના ઓફિસરો તેમજ ટીડીએસ કમિશનર નીચેના અધિકારીઓ જ કરી શકશે અને આ માટેની નોટિસ ઇશ્યુ કરવાની ઓથોરિટી પણ (ઓથોરાઇઝ) પ્રિન્સિપાલ ચીફ કમિશનર ઇન્કમટેક્સ અને ટીડીએસ કમિશનર રહેશે.

વધુમાં જાણવા મળતી માહિતી મુજબ અત્યાર સુધી ઇન્કમટેક્સના વોર્ડ ઓફિસર સત્તાનો જે દુરુપયોગ કરતા હતા અને જે દબાણ કરવામાં આવતું હતું તે આ જાહેરાતને લઈને બંધ થશે તેમ જ કરદાતાઓને ઓફિસરોની ધાક-ધમકી માંથી પણ છુટકારો મળી જશે..
CBDT દ્વારા એક બીજો સર્ક્યુલર પણ જારી કરવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈપણ કેસ ઓફિસર પાસે નહીં ચલાવવામાં આવે પરંતુ તેના માટે નિમાયેલા સેન્ટ્રલાઈઝ ટીમના અધિકારીઓ દ્વારા જ કેસની સ્ક્રુટીની કરવામાં આવશે તદુપરાંત એક વધુ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે બે પ્રકારના કે સજ્જ ઓફિસર પાસે ચલાવાશે જેમકે (૧) સર્ચ ના કેસો કે જે હાલમાં સેન્ટ્રલ સર્કલના અધિકારી ચલાવે છે તે કેશો ત્યાં જ ચલાવવામાં આવશે
(૨) ઇન્ટરનેશનલ ટેક્સ અંગેના કેસો પણ જે તે અધિકારી સમક્ષ જ ચાલશે.
રાકેશ સિવાયના તમામ કેસો હવે સેન્ટ્રલ ટીમ દ્વારા દેશના ગમે તે ઓફિસર સમક્ષ આવશે. હા ને લઈને કરદાતાઓને લોકલ ઓફિસરોની કનડગત માંથી છુટકારો મળશે અને ભ્રષ્ટાચાર નું પ્રમાણ પણ ઘટી જશે સાથે સાથે કરચોરોની ગોઠવવાનો પણ ખોરવાઈ જતાં તેમની ઉપર ડિપાર્ટમેન્ટનો સકંજો બરોબર ફિટ થશે