*લોકોને કોઈપણ નુકશાન કર્યા વગર સિંહ જંગલ તરફ ભાગી ગયો*

માધુપુરા ગામમાં સર્જાઈ હતી. જ્યાં અચાનક સિંહ આવી ચઢતા અફરા તફરીનો માહોલ સર્જાય છે.ભારતીય વન સેવા વિભાગનાં અધિકારીઓએ આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં જીવ બચાવીને લોકો ભાગતા નજરે આવી રહ્યા છે. અચાનક મોતા સામે દેખાતા લોકોમાં નાસભાગ મચી હતી.અચાનક સિંહ સામે આવી જતા લોકોમાં મચી નાસભાગ આ વીડિયોને શેર કરનાર વન વિભાગ અધિકારી સુશાંત નંદાએ લખ્યું છે કે તમે આવી સહિષ્ણપતા ભારત સિવાય બીજે ક્યાં પામી શકો છો.લોકોને કોઈપણ નુકશાન કર્યા વગર સિંહ જંગલ તરફ ભાગી ગયો હતો. ત્યાર પછી લોકો ત્યાંજ રોકાઈ ગયા હતા. આ વીડિયોને લઈને ઘણા સોશિયલ મીડિયા પર જંગલની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ બાબત પર નંદાએ જવાબ આપ્યો કે અહિંયા સિંહ બિલકુલ સુરક્ષિત છે.