*હવામાન વિભાગની આગાહી, ઠંડીનો બીજો રાઉન્ડ થીજાવી દેતી ટાઢ લઈને આવશે*

હવામાન વિભાગે ઠંડી વધવાની આગાહી કરી છે. ગુજરાતમાં ફેબ્રુઆરીનું પ્રથમ અઠવાડિયું ઠંડુગાર રહેવાની હવામાન વિભાગની આગાહી છે. તો 24 કલાક માટે કચ્છમાં કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી સહિત સુરેન્દ્રનગરમાં ઠંડીનો ચમકારો યથવાત રહેશે. ઠંડીનો બીજો રાઉન્ડ ગાત્રો થીજાવી દેતી ટાઢ લઈને આવશે. સાથે જ અમદાવાદ શહેરની ઠંડીમાં વધારો થશે.