આજના મુખ્ય સમાચાર

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી*
*તા. 08/09/2020 –મંગળવાર*
**

*આજે સુરત-નવસારી ખાતે પત્રકાર એકતા સંગઠનની મીટિંગ યોજાશે*
આજે સવારે 10:30 કલાકે સ્થળ આર્ય સમાજની વાડી અઠવા પોલીસ સ્ટેશનની પાછળ ચોક બજાર સુરત પત્રકાર એકતા સંગઠન સુરત જિલ્લા દ્વારા એક મીટીંગનું આયોજન ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રૉડીયાની આગેવાનીમા રાખેલ છે. તેમજ બપોરે 3:00 કલાકે સર્કિટ હાઉસ લૂન્સીકુઈ મેદાન પાસે નવસારી ખાતે મીટિંગ યોજાશે
**
*ભરૂચમાં અંબિકા જ્વેલર્સ શોરૂમમાં લૂંટારૂનું ફાયરિંગ*
અંબિકા જ્વેલર્સના માલિકે પ્રતિકાર કરતા એક લૂંટારૂએ ફાયરિંગ કરતા માલિકને પેગના ભાગે ગોળી વાગી હતી લૂંટની તપાસ ચાલુ પોલીસે FSL-ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી પોલીસે નાકાબંધી કરીને લૂંટારૂઓની શોધખોળ હાથ ધરીએક લૂંટારૂ ની પિસ્તોલ જ્વેલર્સ માલિકના હાથમાં આવી જતા લૂંટારૂએ ભાગવુ પડ્યું પાંચબત્તી વિસ્તારમાં અંબિકા જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટના ઇરાદે 2 લૂંટારા ઘૂસ્યા હતા
**
*તાજ જોવાની પરવાનગી મળશે*
એક દિવસમાં 5 હજાર લોકો જ જોઈ શકશે તાજમહેલ.પુરાતત્વ વિભાગે બહાર પાડી સૂચના કોરાનાની ગાઈડલાઈન્સનું કડક રીતે પાલન કરવામાં આવશે વિશ્વની સાત અજાયબીઓમાં સામેલ તાજમહેલને જોવાનું સપનું જોઈ રહેલા લોકો માટે અગામી 21 સપ્ટેમ્બરથી પર્યટકો માટે તાજમહેલ અને કિલ્લાઓને ખોલી નાખવામાં આવશે. જાહેરાત પુરાતત્વ વિભાગે તેની ઓફિશિયલ વેબસાઈટ પર કરી છે.
**
*વડોદરામાં લુટેરી દુલ્હનની ધરપકડ થઈ*
લુટેરી દુલ્હન સહિત પરિવારના છ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. આણંદમાં યુવક સાથે ફુલહાર કરીને યુવતી સહિતની ટોળકી દોઢ લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઇ ગયા હતા
જવાહરનગર પોલીસે આણંદના પરિવાર પરેશ પંચાલ અરવિંદ સોલંકી પારુલ ધર્મેન્દ્ર, મણિલાલ સોલંકી અને સોનલ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી શોધ ખોળ હાથ ધરી હતી.
**
*ગાંધીનગર ખાતે કમલમમાં પ્રધાનોએ કાર્યાલયમાં બેસવાનું ટાળ્યું*
ગાંધીનગરના કોબામાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલયમાં કોરોનાનો પગપેસારો થયો કમલમમાં ચાર કર્મચારીને કોરોનાનો ચેપ લાગતા પ્રધાનોએ કમલમમાં બેસવાનું ટાળ્યુ છે ત્યારે કોરોના કારણે મહેસુલમંત્રી કૌશિક પટેલે અરજદારો સાથે વેબ કેમરાથી સાંભળ્યા 20 જેટલા અરજદારોની અરજી વેબ કેમરાથી સાંભળી અને તેનો નિકાલ કરવામાં આવ્યો.
**
*બનાસકાંઠાના વગદા ગામે મકાન ધરાશાયી 3ના મોત*
પાલનપુર તાલુકાના વગદા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાંવગદા ગામે કાચું મકાન ધરાશાયી થયું હતુ. નોંધપાત્ર છે કે આ ઘટનામાં અગિયાર લોકો મકાનના કાટમાળમાં ફસાયા હતા. અગિયાર લોકો મકાનના કાટમાળમાં ફસાયા હતા
**
*પાટણમાં કોંગ્રેસ દ્વારા પાલિકાના પ્રાંગણમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો*
પાટણ શહેર કોંગ્રેસ દ્વારા પાલિકાના પ્રાંગણમાં પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાટણ એ-ડિવિઝન પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી જ્યારે એકબાજુ ભાજપને રેલીની મંજૂરી મળી હતી.
**
*50 લાખ બેરોજગાર સામે વીસ હજાર નોકરીઓની જાહેરાત: વાઘેલા*
ગાંધીનગર ગુજરાતમાં એક તરફ બીજેપી સરકાર દ્વારા ૮૦૦૦ નોકરીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે બીજી તરફ બેરોજગાર યુવાન યુવતીઓએ સરકારી નોકરી મેળવવા માટે ગાંધીનગર ખાતે પ્રતીક ધરણા કરીને તેમની ભરતી કરવા અવાજ બુલંદ કર્યો હતો
**
*વડા પ્રધાન મોદીની શિખામણ ભાજપ માટે ઝાંપા સુધી જ રહી*
ઊંઝામાં સી. આર.પાટીલના ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમ્યાન નરેન્દ્ર મોદીની દો ગજ દૂરીની શીખને જાણે કે અવગણી રહ્યા છે બીજેપીના નેતાઓ અને કાર્યકરો ઊંઝામાંપાટીલની રજતતુલા કરવામાં આવી હતી એ સમયની તસવીર મોદીની શીખામણના કેવા લીરા ઊડી રહ્યા છે એ સ્વયં સ્પષ્ટ કરી રહી છે
**
*મેડિકલ કૉલેજની પ્રવેશ પરીક્ષા ૧૫.૯૭ લાખ વિદ્યાર્થી આપશે*
નવી દિલ્હી: મેડિકલ કૉલેજમાં પ્રવેશ માટેની નીટની પરીક્ષા ૧૩મી સપ્ટેમ્બરે યોજાવાની છે અને આ પરીક્ષા ૧૫.૯૭ લાખ વિદ્યાર્થી આપવાના છે. જેઇઇની પરીક્ષા થયા બાદ નેશનલ ટેસ્ટિંગ ઍજન્સી (એનટીએ) હવે મેડિકલ કૉલેજમાં પ્રવેશ માટેની નીટની પરીક્ષા યોજવા માટેની તૈયારી કરી રહી છે.
**
*મુંબઈ થાણે અને સુરતમાં ટેસ્ટિંગ વધારવા આદેશ*
નવી દિલ્હી: જે પાંચ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના ૩૫ જિલ્લામાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે, એવાં રાજ્યોને કેન્દ્ર સરકારે કોરોના માટેની ટેસ્ટિંગના કેન્દ્રો વધારવાનો આદેશ આપ્યો છે અને એ પ્રમાણે મુંબઇ, થાણે, સુરતમાં કોરોના ટેસ્ટિંગ વધારવામાં આવશે.જે ૩૫ જિલ્લામાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે, એમાં મહારાષ્ટ્રના પુણે, નાગપુર, થાણે, મુંબઇ, મુંબઇ ઉપનગર, કોલ્હાપુર, સાંગલી, નાશિક, અહમદનગર, રાયગઢ, સતારા, પાલઘર, ઔરંગાબાદ, ધુળે અને નોંદેડ જિલ્લાનો સમાવેશ થાય છે.ગુજરાતના સુરત જિલ્લાનો સમાવેશ થાય છે
**
*સુરત: વેપારીના ઉઠમણામાં ૯ વેપારીઓએ ૬૩ લાખ ગુમાવ્યા*
સુરત વેપારીઓએ અનિલને ઉધારમાં કાપડ આપ્યું હતું અમદાવાદમાં સીમર ટેક્સના નામે સાડીઓનો વેપાર કરતા વેપારીએ લોકડાઉન દરમિયાન ઉઠમણું કર્યું છે. તેથી સુરતના 9 વેપારીઓએ ઉધારમાં 63 લાખ રૂપિયાનો માલ આપ્યો હતો. તેમના રૂપિયા ફસાતા સલબાતપુરામાં અમદાવાદના વેપારી અને તેના મળતીયાઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે
**
*લૉકડાઉનમાં ભારતભરના વેપારીઓનું અધધધ નુકસાન થયું*
નવી દિલ્હી કોરોના મહામારીના કારણે લૉકડાઉનમાં ૮૦થી વધુ દિવસ દુકાનો બંધ રાખવી પડી હતી અને બાદ અનલૉકમાં ઑડ-ઇવન રીતે દુકાનો શરૂ કરાઈ હતી. ધંધાને રિસ્પૉન્સ મળી રહ્યો ન હોવાથી આ ફૉર્મ્યુલા પણ ચાલી નહોતી અંતે વેપારીઓની માગણી ધ્યાનમાં લઈને બધા દિવસ દુકાનો ખોલવાનો આદેશ શાસન દ્વારા અપાયો હતો. એમ છતા આ મહામારીને કારણે છેલ્લા પાંચ મહિનામાં ભારતના રીટેલ વેપારમાં અંદાજે ૧૯ લાખ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે
**
*સુરત પાલિકામાં ડે.કમિશનર માટે એલ.એલ.બી.ની ડિગ્રી ફરજિયાત*
સુરત મહાનગર પાલિકામાં ડેપ્યુટી કમિશનર બનવા માટે એલ.એલ.બી ફરજિયાત કરી દેવાયું છે તાજેતરમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગે પાલિકામાં ડેપ્યુટી કમિશનરની લાયકાતમાં ફેરફાર કર્યા છે.
**
*બંગલાદેશની મસ્જિદમાં વિસ્ફોટ થતા 13ના મોત*
નવી દિલ્હી બંગલા દેશની રાજધાની ઢાકાના પરા વિસ્તારમાં આવેલી એક મસ્જિદના છે. એરકન્ડિશનર ફાટતા એક બાળક સહિત ૧૩ વ્યક્તિનાં મોત નીપજ્યા હતા આ વિસ્ફોટ શુક્રવારે રાત્રે આશરે ૯ વાગ્યે નારાયણગંજ રિવર પોર્ટ પાસેની મસ્જિદમાં થયો હતો.શનિવારે સારવાર દરમ્યાન ૧૨ વ્યક્તિનાં મોત નીપજ્યા હતા જ્યારે એક બાળકનું શુક્રવારે મોત નીપજ્યું હતુ
**
*ભુલી પડલી યુવતિની મદદે આવી અભ્યમ્ હેલ્પલાઈન*
ગાંધીનગર, રાજય સરકાર દ્વારા મહિલાઓની મદદ માટે અભ્યમ્ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે ત્યારે આ હેલપલાઈન દ્વારા મહારાષ્ટ્રના મુંબઈથી ભુલી પડીને ગાંધીનગર એસટી ડેપોમાં પહોંચેલી યુવતિની મદદ કરીને તેને વન સ્ટોપ સખી સેન્ટરમાં મોકલી આપી છે ત્યાં તેની સારવાર કરીને ઘર પહોંચાડવાની તજવીજ ધરાઈ છે.
**
*ગણેશ વિસર્જનમાં લોકો ભેગા થતા કોરોના કેસની સંખ્યામાં વધારો*
સુરતમાં ગણેશોત્સવ બાદ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઉછાળો આવશે તેવી મ્યુનિ. તંત્રની શંકા સાચી પડી છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસની સંખ્યામા વધારો થઈ રહ્યો છે. હાલ બહાર આવતા કેસમાં ઘણાં લોકોએ ગણેશોત્સવમાં ભાગ લીધો હોવાનું હિસ્ટ્રીમાં બહાર આવી રહ્યું છે
**
*સુરતથી ઓનલાઇન ટીચર્સ દિવસની ઉજવણી કરવામાં આવી*
ટીચર્સ ડેના દિવસે association of એલાયન્સ ક્લબસ ઇન્ટરનેશનલ ના mcc શ્રીમતી નીતાબેન શાહ એ દેશના વિભિન્ન રાજ્યોના ટીચર્સને ઓનલાઇન આમંત્રિત કરી તેમનું સર્ટીફીકેટ તથા ગિફ્ટ દ્વારા સન્માન કર્યું કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર ઉષાબેન જાડાવાલા તથા દિલ્હીથી શ્રીમતી અનિતા મિત્તલ તથા મલ્ટીપલ વેસ્ટના મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા
**
*સુરતના મોનાબેન દેસાઈ વૃધાશ્રમના વહારે આવ્યા*
સુરત લાયન્સ કલબ ઓફ સુરત સિટીલાઇટના જીએસટી કોર્ડીનેટર લાયન મોનાબેન દેસાઈ તરફથી ભાઠા વૃધાશ્રમને વડીલોને દાદર ચઢવાની ઉતરવાની તકલીફના પડે માટે સ્ટીલના રેલિંગની ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે લાયન મોનાબેન દેસાઈ હિતેશભાઈ ટેઈલર પ્રજ્ઞેશભાઈ નાયક બીનાબેન ભગત પ્રભાબેન ચૌહાણ સહિત અન્ય મહાનુભવ ઉપસ્થિતમાં વૃધાશ્રમમાં માનવતા મહેક પ્રસરી હતી.