અમદાવાદ: આસામ બટાલિયનમાં ફરજ બજાવતા ભાવનગરના ભંડારિયા ગામના વતની હવલદાર શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલનું હૃદયરોગના હુમલાના પગલે દુઃખદ અવસાન થયું છે. તેઓનો પાર્થિવદેહ આજે અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એરપોર્ટ ખાતે સ્વ. શક્તિસિંહના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પી હતી. શક્તિસિંહ ભારતીય સેનામાં ઇલેક્ટ્રોનિક અને મિકેનિકલ એન્જિનિયર કોર્પસમાં સેવા આપી રહ્યા હતા. તા ૩૧ જુલાઈના રોજ હૃદયરોગના હુમલાના કારણે તેઓનું દુઃખદ અવસાન થયું હતું. સ્વર્ગસ્થના પાર્થિવદેહને અમદાવાદ થી તેમના વતન લઈ જવાયો હતો. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી કે.કે નિરાલા તથા આર્મીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Related Posts
વનરક્ષક પરીક્ષાનું પેપર થયુ વાયરલ રાજ્યમાં વધુ એક પરીક્ષાનું પેપર ફુટ્યુ.
બ્રેકિંગ ન્યૂઝ… રાજ્યમાં વધુ એક પરીક્ષાનું પેપર ફુટ્યુ વનરક્ષક પરીક્ષાનું પેપર થયુ વાયરલ ઉંઝાના ઉનાવા સેન્ટરથી પેપર થયુ વાયરલ પાણી…
🇮🇳🇮🇳*પ્રધાનમંત્રીશ્રીના આત્મનિર્ભર ભારત વિઝનને સાકાર કરવામાં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલીસી-ર૦ર૦થી લીડ લેશે*.
*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-ર૦ર૦ની સર્વગ્રાહી વિશેષતાઓની પ્રભાવક પ્રસ્તુતિ ઊદ્યોગ જગત સમક્ષ વેબિનાર માધ્યમથી કરી*…. 📽️🎞️🚊 બ્રેકિંગ અનલોક…
*આજથી ગુજરાતની રૂપાણી સરકારની પરીક્ષા શરૂ*
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે.ત્યારે આ સત્ર હંગામભર્યું રહે તેવા એંધાણ વર્તાયા છે. વિપક્ષ કોંગ્રેસ સરકારને વિવિધ…