નવી દિલ્હી: કેન્દ્ર સરકારે અનલોક-3.0માં જીમ અને યોગ સંસ્થાઓ ખોલવાની મંજૂરી આપી છે. આ તમામ જગ્યાઓ 5 ઓગસ્ટથી ખુલશે. પરંતુ તેની સાથે જ, કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે આ સ્થળો પર કોરોનાના સંક્રમણને રોકવા માટે અનેક રક્ષણાત્મક ગાઇડલાઇન જારી કરી છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના કેસો 18 લાખ પાર જતા રહ્યા છે અને 38 હજાર લોકો આ જીવલેણ વાયરસના શિકાર બન્યા છે.
*શું હશે ગાઈડ લાઈન…આ નિયમોનું કરવું પડશે પાલન*
-કન્ટેન્ટ ઝોનમાં આવતા યોગ સંસ્થાઓ અને જીમ બંધ રહેશે અને સામાન્ય લોકો અહીં આવી શકશે નહીં. જે જિમ અને યોગ સંસ્થાઓ કન્ટેન્મેન્ટ ઝોનમાં નથી, ફક્ત તેને ખોલવાની મંજૂરી છે.
-કેન્દ્ર/રાજ્ય સરકારો દ્વારા સમયાંતરે જારી કરવામાં આવતી તમામ ગાઇડલાઇનું પાલન કરવું પડશે.
-65 વર્ષથી વધુ ઉંમરના લોકો, સગર્ભા સ્ત્રીઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જિમનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
-આ તમામ વ્યક્તિને સોશિયલ ડિસ્ટન્સિંગની કાળજી લેવી પડશે અને ઓછામાં ઓછા 6 ફૂટનું અંતર રાખવું પડશે.
-પરિસરમાં હોય તે દરમિયાન, ફેસ માસ્કનો ઉપયોગ કરવો જરૂરી રહેશે. જો કે યોગા અને જીમમાં કસરત દરમિયાન એવું કરવું જરૂરી રહેશે નહીં.
-વચ્ચે-વચ્ચે સાબુથી ઓછામાં ઓછા 40-60 સેકંડ સુધી હાથ ધોવાની ટેવ રાખવી. આલ્કોહોલ યુક્ત સેનિટાઇઝરનો ઉપયોગ કરો.
-પરિસરમાં થૂંકવા પર સખત પ્રતિબંધ હોવો જોઈએ.
-આરોગ્ય સેતુ એપ બધાના ફોનમાં હોવી જરૂરી.
-જો કોઈ પણ પ્રકારની બીમારી અથવા તેના લક્ષણો દેખાય છે, તો તરત જ તેના વિશે નજીકના હેલ્થ સેન્ટરને જાણ કરો.
*યોગ સંસ્થા/ જિમ ખોલતા પહેલા આ વાતોને ધ્યાનમાં રાખવી હિતાવહ છે.*
– યોગ અને જીમમાં લોકો માટે પૂરતી જગ્યા હોવી જોઈએ. સોશિયલ ડિસ્ટન્સિંગ માટે મશીનો અને અન્ય વસ્તુઓને પૂરતા અંતરે રાખો.
-જો પરિસરની બહાર જગ્યા હોય તો ત્યાં ઉપકરણોં રાખવાની વ્યવસ્થા કરો.
-પરિસરમાં આવવા અને બહાર નીકળવા માટે અલગ-અલગ રસ્તાઓનો ઉપયોગ કરો. તે સિવાય ક્યૂ મેનેજમેન્ટ સિસ્ટમનો પણ ઉપયોગ કરો અને ઓછામાં ઓછા 6 ફૂટનું અંતર રાખો.
-ચુકવણી માટે કોન્ટેક્ટલેસ સિસ્ટમનો ઉપયોગ કરો.
-એસી / વેન્ટિલેશનના ઉપયોગ માટે CPWD ગાઇડલાઇનું પાલન કરવામાં આવે. તમામ એસીનું તાપમાન 24-30 ડિગ્રીની વચ્ચે હોવું જોઈએ. એ જ રીતે, હ્યુમાડિટીનું સ્તર 40-70% જેટલું હોવું જોઈએ. તાજી હવા માટે મહત્તમ જગ્યા અને વેન્ટિલેશન માટે પૂરતી જગ્યા હોવી જોઈએ.
– જીમના ફ્લોર પર કામ કરતા કર્મચારીઓની સંખ્યા ઓછી કરો. લોકરનો ઉપયોગ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને કરી શકાય છે.