*મોરબી સહિત ગુજરાત રાજ્યમાં ફ્રેન્ડશિપ ડે ની ભવ્ય ઉજવણી*
ફ્રેન્ડશિપ ટિપ્સ : ભૂલ થઈ જાય તો મિત્ર પાસે માફી માગી લો, મિત્રતા પાક્કી કરવી હોય તો ઇગો સાઇડમાં મૂકો અને સંબંધમાં પ્રામાણિક રહો: વીર કુમાર
**
*સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષનુ નિધન*
ભાજપના પૂર્વ કોર્પોરેટર, ભૂતપૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ, સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના પૂર્વ ચેરમેન નરેન્દ્રભાઈ ગાંધી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તેમનું કોરોનાથી નિધન થયું છે.
**
*સુરતમાં બે નોટરી એડ્વોકેટ કિન્નરી લેખડીયા,મહેન્દ્ર ભગત સહિત 8 સામે ગુનો દાખલ*
બોગસ દસ્તાવેજ બેંકમાં મુકી 26 લાખની લોન લીધી 8 સામે ગુનો સુરત ફાઇનાન્સરના ચક્કરમાં ફસાયેલા ભટારના વેપારીએ પત્નીના ફ્લેટનો સાટાખતના આધારે બોગસ દસ્તાવેજ ઉભા કરી બેંકમાંથી 25.70 લાખની લોન લઇ ઠગાઇ કરનાર ઠક્કર બંધુઓ અને બે નોટરી સહિત 8 સામે અડાજણમાં ફરિયાદ નોંધાય છે
**
*2 ઑગસ્ટે 56 વર્ષનું થયું ગાંધીનગર*
ગાંધીનગર કર્મચારીનગર તરીકે ઓળખ પામેલા ગાંધીનગરમાં આખા રાજ્યનું શાસન ચલાવતી સરકાર બેઠી છે અને સરકારના વિવિધ વિભાગોમાં નોકરી માટે રાજ્યના મોટા ભાગના જિલ્લા-તાલુકાઓમાંથી આવેલા લોકોએ ગાંધીનગરને જ કર્મભૂમિ બનાવી. રાજ્યનું પાટનગર ગાંધીનગર આજે 2 ઑગસ્ટે 56 વર્ષનું થયું.
**
*સુરત. શહેરમાં 43 પોલીસ કર્મીઓની બદલી*
શહેરમાં પોલીસમાં 43 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરાઈ છે. જો કે આ બદલીઓમાં કેટલાક પોલીસકર્મીઓમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને કેટલાક કેશિયરોની બદલી થતા ચર્ચા ઉઠી છે. એક કેશિયરની ટ્રાફિકમાં ડયૂટી હોવા છતા પોલીસ સ્ટેશનની કેશિયરી કરતો હોવાની વાત સામે આવી છે અને તેને હાલમાં તેજ પોલીસ સ્ટેશનમાં મુકાતા અન્ય સ્ટાફમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે
*
*ઓલપાડમાં સ્મશાનો હાઉસફૂલ અંતિમવિધિ લાઈઓ લાગી*
ઓલપાડ.પોઝિટિવ કેસની સંખ્યામાં અને મરણ ના આંકમાં વધારો થવાથી મૃત દેહોની અંતિમ ક્રિયા માટે સ્મશાનમાં પણ હવે વેઇટિંગ લાગી રહ્યું છે અનલોક બાદ સુરત શહેરના સ્મશાનમાં મૃતદેહોનો ધસારો થવા સાથે કલાકો માટે વેઇટિંગ લાગતા શહેરથી લોકો મૃતદેહ અંતિમ સંસ્કાર કરવા ગ્રામ્ય વિસ્તાર તરફ આવતા સુરત શહેરને અડીને આવેલા ગામોના સ્મશાનો મૃતદેહ થી ઉભરાઈ રહ્યા છે.15થી વધુ મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવતા તકલીફો ઉભી થઈ
**
*અમિતાભ બચ્ચન હોસ્પિટલથી થયા ડિસ્ચાર્જ*
કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ જાણકારી એમના દીકરા અભિષેક બચ્ચન અને પોતે અમિતાભ બચ્ચને આપી છે. આ સિવાય અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે મેં કોરોના ટેસ્ટ કરાવ્યો છે, હું ડિસ્ચાર્જ થયા પછી ઘરે પહોંચ્યો છું અને ક્વૉરેન્ટાઇનમાં છું
**
*ગૃહમંત્રી અમિત શાહ પૉઝિટીવ*
શાહે ટ્વીટમાં લખ્યું છે કે, “કોરોના સંક્રમણના શરૂઆતના લક્ષણો દેખાતા મેં તપાસ કરાવી મારો ટેસ્ટ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. મારી તબિયત બરાબર છે પણ ડૉક્ટર્સની સલાહ થકી હૉસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું.
**
*ચોખા બારોબાર વેચવાના આરોપસર ત્રણ પકડાયા*
સરકાર દ્વારા ગરીબો માટે ઉપલબ્ધ કરાવાતું અનાજ નવી મુંબઈની ખુલ્લી બજારમાં બારોબાર વેચવાના આરોપસર પનવેલ પોલીસે એક ગુજરાતી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી આ મામલામાં પોલીસે સોલાપુરના રહેવાસી ભીમાશંકર ખાડે, ઇકબાલ કાઝી અને ગોડાઉનના માલિક લક્ષ્મણ પટેલની ૧૧૦ ટન ચોખા ગેરકાયદે વેચવાના આરોપસર ધરપકડ કરી હતી.
**
*પોલીસ ઇન્સ્પેકટર અને વહીવટદાર ફરી વિવાદમાં?*
અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર અને વહીવટદાર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. અગાઉ શહેર કોટડા વિસ્તારમાં પોસ્ટર લાગ્યા હતા. ત્યાર બાદ ફરી એક વખત વિવાદ વકર્યો છે. આ વખતે શહેર કોટડા પોલીસ સ્ટેશનના પી.આઈ તથા વહીવટદાર વિરુદ્ધ ફરિયાદ ભૂતપૂર્વ શહેર પોલીસ કમિશનર અને હાલમાં રાજ્યના પોલીસ વડા એવા આશિષ ભાટિયાને કરી છે.
**
*ખેડૂતો સરકાર સામે આંદોલન કરશે*
નવ માંગણીને લઇને અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતી દ્વારા દેશમા આંદોલન કરવામા આવી રહ્યુ છે. દેશભરના 250 સંગઠનો 30 જુલાઇથી 9 ઓગષ્ટ સુધી દેશમા આંદોલન ચલાવી રહ્યા છે. નવ ઓગષ્ટના દિવસે ગુજરાતના ખેડૂતો પણ આંદોલનમા જોડાશે. ગુજરાતના ખેડૂતો તેમના ઘરે અથવા ખેતરમાં રહીને ઉપવાસ કરશે.9 ઓગષ્ટ 1942ના દિવસે અગ્રેજો ભારત છોડોનુ આંદોલન કરવામા આવ્યુ હતુ.તે પ્રમાણે ખેડૂતો આંદોલન કરશે.
**
*ગામડાઓમાં નેતાઓની નો-એન્ટ્રી*
પાક વીમા કૌભાંડને લઇને ખેડૂતોમાં રોષ વધી રહ્યો છે. કૌભાંડને લઇને ખેડૂત એકતા મંચમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ રાજુ કરપડાએ નિવેદન કર્યુ છે તે સરકાર ચેતી જાય અને આવતા અઠવાડિયા સુધી જવાબદારો સામે પગલા લે. આ સાથે રાજુ કરપડાએ જણાવ્યુ કે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂત એકતા મંચ તમામ ખેડૂતોને આ કૌભાંડ વિશે સમજ આપશે.જેમાં ખેડૂતોને એ વાતથી અવગત કરાવશે કે ખેડૂતના કેટલા પૈસા ચાઉં કરવામાં આવ્યા છે. આ સાથે તેઓએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે પાક વીમો ખેડૂતોને નહીં મળે ત્યાં સુધી સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં નેતાઓની નો-એન્ટ્રીના બોર્ડ લગાવીને નેતાઓને પ્રવેશ નહીં આપવા દેવામાં આવે.
**
*જૂનાગઢના સ્વામીનું નિવેદન મંદિરોની અંદર ડખ્ખા*
જૂનાગઢ સ્વામિનારાયણ સંપ્રદાયના યજ્ઞપુરુષ સ્વામીએ વિવાદિત નિવેદન કરતા ચર્ચાનો વિષય બન્યો છે. તેઓએ કહ્યું કે, ગઢડા વડતાલ અને જુનાગઢના મંદિરનો વહીવટ કોર્ટ પોતાના હસ્તક લઈ લે. મંદિરોની અંદર તમામ ડખ્ખાનું મૂળ પૈસા હોવાનો આક્ષેપ યજ્ઞ પુરુષ સ્વામીએ કર્યો છે.
**
*સીએમ રૂપાણીએ સુરત ખાતે*
સુરતની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. નવનિર્મિત કોવિડ-19 ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત કરી તેમજ પ્લાઝમા ડોનેટ કરનારનું સન્માન પણ કરાયું.નિર્માણાધીન કોવિડ હોસ્પિટલમાં નિરીક્ષણ કર્યું
સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી કિડની હોસ્પિટલમાં હાલ કોવિડના દર્દીઓ માટે ઉભી કરાઈ રહેલી બેડ વ્યવસ્થાનું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે નિરીક્ષણ કર્યું હતું
**
*મનરેગા કૌભાંડ : જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલના આક્ષેપ*
બનાસકાંઠાના સાંસદ અને જિલ્લા વિકાસ અધિકારીએ કર્યો આ ખુલાસો
બનાસકાંઠા ના બાલુન્દ્રા ગામે નરેગા કૌભાંડ થયાના આક્ષેપ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ દ્વારા કરાયા બાદ બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીને ખુલાસો કરવો પડ્યો હતો આ બાબતની તટસ્થ તપાસ થશે તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
**
*બિનસરકારી તબીબને રોજના 5 હજાર મળશે*
અમદાવાદ. રાજ્ય સરકાર કોરોનાની સારવાર માટે હાલ વિવિધ સરકારી હોસ્પિટલોમાં ખાનગી તબીબોની સેવા પણ લઈ રહી છે. સરકારી તબીબોનો સ્ટાફ ઓછો પડે તો તેવા સંજોગોમાં ખાનગી તબીબો પણ કામે લાગી શકે તેવા આશયથી તેમની સેવા લેવાઇ રહી છે. આવા તબીબોને રાજ્ય સરકારે સતત સાત દિવસ માટે સેવામાં નિયુક્ત કરવાનું નક્કી કર્યું છે અને આ દરમિયાન તેઓને દૈનિક 5 હજાર માનદ વેતન અપાશે.તદ ઉપરાંત જો આ તબીબ સેવા બજાવવાને કારણે કોરોનાથી સંક્રમિત થાય તો રાજ્ય સરકાર તેમને તમામ પ્રકારની દવા ઉપરાંત રેમડેસિવિર કે ટોસિલિઝુમેબ જેવી દવાઓ પણ વિનામૂલ્યે પૂરી પાડશે.
*