*વેલેન્ટાઇન ની પ્રજાલોજી*

વેલેન્ટાઇન ડે માટે મારી લખેલી કવિતા ગુજરાતી ફિલ્મ “વિશ્વાસઘાત” માં એક રોમેન્ટિક સીનમાં આપણા સૌ ના લાડકા કલાકાર એવા શ્રી હિતુ કનોડિયા ઉપર ફિલ્માવવામાં આવેલી.

તો લો તમે બધા પણ માણો એ સુંદર કવિતા.

*વેલેન્ટાઇન ની પ્રજાલોજી*

ના ફોન, ના મેસેજ,
ના મીસ કોલ કરું છું,
કારણ વગર આમ જ
તને મીસ કર્યા કરું છું,
તારે હશે રીચાર્જ નો પ્રોબ્લેમ
કે વેલીડીટીની મર્યાદા,
હું તો કવરેજ બહાર પણ,
તારી પ્રતિક્ષા કર્યા કરું છું,
ક્યારેક ઉલટ કરું છું,
ક્યારેક પુલટ કરું છું,
(તારો) ફોન આવ્યો માની
મોબાઈલ ફેરવ્યા કરું છું,
વેલેન્ટાઇનનાં દિવસે માત્ર
એટલું જ કહે છે પ્રજા,
તારું નામ અને નંબર મળે
તેની રાહ જોયા કરું છું.
*વેલેન્ટાઇન ની પ્રજાલોજી*

YouTube link: