દેશની દીકરીને સલામ: કોરોનાની મહમારીમાં 5 હજારથી વધુ કીટ વિતરણ કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સિદ્ધિ મેળવતા નયનાબા જાડેજા..

જામનગર: તમારો સમય સારો હોય તો જેમનો સમય સારો નથી તેને મદદરૂપ બનો આ શબ્દો છે એક મહિલા તેમજ સામાજિક કાર્યકર નયનાબા જાડેજાના. આખું વિશ્વ કોરોનાની મહમારી સામે ઝઝૂમી રહ્યું છે તેવા સમયમાં લોકો વૈશ્વિક મંદીનો માર સહન કરી રહ્યા છે સામાન્ય પરિવાર માટે એ કપરા સમયમાંથી પસાર થવું એ વ્યથા તો એ પરિવાર અને તેનો મોભી જ જાણે. આવા સમયે દેશ આખો એક બન્યો સરકાર, પત્રકારો, ડોક્ટર, પોલીસ, તંત્ર, અધિકારીઓ, સફાઈ કર્મીઓ સૌ કોઈ અવનવી રીતે એકબીજા સાથે ખભો મિલાવી સાથે જોવા મળ્યા. જામનગર શહેરમાં પણ અંધકારમાં ઉજાસ ફેલાવતું કિરણ આ સામાન્ય પરિવારના લોકો માટે સાર્થક સાબિત થયું. નયનાબા જાડેજા જેઓ એક સામાજિક કાર્યકર છે જેઓ સ્વ. શ્રી લતાબા અનિરુદ્ધસિંહ જાડેજા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલ છે જેમના દ્વારા સ્વાજતે સ્વખર્ચ પર 15 થી 20 દિવસ સુધી પરિવારમાં ચાલી રહેલ 5 હજાર કરતા વધુ કીટનું વિતરણ કરી સેવાકીય કાર્યનું ઉમદા ઉદાહરણ રજૂ કર્યું છે. જામનગર શહેરમાં આવેલ વોર્ડ નંબર 1 અને 2, પટેલ કોલોની, ગુલાબનગર અને અન્ય વિસ્તારો સહિત શહેરની બહાર રાજકોટ શહેર સુધી આ મદદ પહોચાડવામાં કાર્યરત રહ્યા હતા. નયનાબા ની આ નિષવાર્થ મેહનત રંગ લાવી અને જેની નોંધ ધી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા લેવામાં આવતા તેમના આ ઉમદા અને ઉત્કૃષ્ટ સેવાકીય કાર્ય બદલ તેમને સન્માનિત કરતા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. નયનાબા એક સામાજિક સેવિકા સાથે સાથે રાજ્ય કોંગ્રેસના મહામંત્રી અને કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારી તરીકે પણ સેવા આપી રહ્યા છે. આજનો અને આવનાર સમય પણ ધંધાકીય રીતે કપરો અને પડકારરૂપ રહેવાનો છે અને એમાંય ગુજરાતમાં તહેવારોના દિવસો આવી રહ્યા છે તેવા સમયમાં એક પરિવારમાં તહેવારોને ઉજવવા એ પણ સામાન્ય પરિવાર માટે એક પરીક્ષા સમાન છે તેને જોતા નયનાબા દ્વારા આવનાર તહેવારોના દિવસોમાં સામાન્ય પરિવારના ચહેરાઓ પર તહેવારોનું સ્મિત જળવાઈ રહે તે માટે મીઠાઈ વિતરણ નું આયોજન કરવાનું પણ વિચારી રહેલ છે. દેશમાં સર્વે કોરોના વોરિયર્સ ની સાથે સાથે દેશની દીકરી પણ સમય અને લોકોની વહારે ઉભી રહી સેવા આપવા બદલ આ દીકરી માટે સન્માન પામવું એ પણ દેશ અને ગુજરાત રાજ્ય માટે ગર્વની વાત છે. નયનાબા આવનાર દિવસોમાં પણ લોકોની સેવા દ્વારા સર્વે ને સાથે રાખી દેશના લોકોની સેવા કરી દેશની કીર્તિના યશકલગીમાં વધારો કરે તેવી શુભેચ્છાઓ..