તિલકવાડાના સાવલી ગામે જુગારના અડ્ડા પર પોલીસની રેડ. સાત ઝડપાયા, એક ફરાર .

રોકડ રકમ અને જુગારના સાહિત્ય સહિત કુલ કિં. રૂ. 20,620 મળી મુદ્દામાલ ઝડપાયો.
રાજપીપલા,તા.29
તિલકવાડા તાલુકાના સાવલી ગામે જુગારના અડ્ડા પર પોલીસની રેડ કરતાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં સાત જુગારીયાઓ ઝડપાયા હતા અને એક ફરાર થઈ જતાં કુલ આઠ ઈસમો સામે તિલકવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.જેમાં રોકડ રકમ અને જુગારના સાહિત્ય સહિત કુલ કિં. રૂ. 20,620 મળી મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં ફરિયાદી એ.એમ.પરમાર તિલકવાડા એ આરોપીઓ રાજુભાઈ રણછોડભાઈ ભીલ, રાજેન્દ્રભાઈ ગોવિંદભાઈ ભીલ, ઐયુબશા સુલતાનશા ફકીર, ભાનુપ્રસાદ જગજીવનભાઈ પ્રજાપતિ, ગણપતભાઈ વિરમભાઈ ભીલ, રજનીકાંતભાઈ હરિભાઈ પંચાલ, ક્રિશ્નાકાંતભાઈ ચુનીલાલભાઈ પ્રજાપતિ, વાલમભાઈ માસ્તર તમામ (રહે, સાવલી ) સામે ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદની વિગત મુજબ પકડાયેલા સાત આરોપીઓની અંગજડતી માંથી મળેલ રોકડ રૂ. 3570 /-તેમજ દાવ પરના રોકડા રૂ.2100/- તથા પત્તાપાના તેમજ પાથરના ગણી કુલ કિં. રૂ.20,620 /- મળી મુદ્દામાલ સાથે જાહેરમાં જુગાર રમતાં પકડાઈ ગયા હતા.તથા એક આરોપી વાલમભાઈ માસ્તર ભાગી જઈ જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા