નર્મદાના વકીલોના વિરોધ પ્રદર્શન બાદ જીલ્લા અદાલતોમાં વીડિયો કોન્ફરન્સથી કાર્યવાહી ચાલૂ રાખી ફક્ત નવા કેસ હાર્ડ કોપીમાં દાખલ કરવાની પરવાનગી મળી.

નર્મદાબાર એસોસિએશન દ્વારા આંદોલન સ્થગિત કરાયુ.
રાજપીપલા, તા.29
નર્મદાના વકીલોના વિરોધ પ્રદર્શન બાદ જીલ્લા અદાલતોમાં વીડિયો કોન્ફરન્સથી કાર્યવાહી ચાલૂ રાખીફક્ત નવા કેસ હાર્ડ કોપીમાં દાખલ કરવાની પરવાનગી મળી હતી.જેના પગલે નર્મદાબાર એસોસિએશન દ્વારાબીજા દિવસનુ આંદોલન સ્થગીત કરાયુ હતુ.
આ અંગે નર્મદા બાર એસોસિએશનના પ્રમુખે જણાવ્યુ હતુ કે જીલ્લા અદાલતોમાં વીડિયો કોન્ફરન્સથી કાર્યવાહી ચાલૂ રાખીફક્ત નવા કેસ હાર્ડ કોપીમાં દાખલ કરવાની પરવાનગી આથી સર્વેને જણાવવાનું કે નામદાર ગુજરાત હાઈકોર્ટ ના મુખ્ય ન્યાયમુર્તિ તથા ન્યાયાધીશ દ્વારા જીલ્લા અદાલતોને નિર્દેશ આપવામાં આવેલ છે કે તા.
૪/૮/૨૦૨૦ થી કોર્ટ સંકુલના પ્રવેશદ્વાર નજીક અલાયદી વ્યવસ્થા કરીને નવા કેસો ભૌતિક
સ્વરૂપે એટલે કે હાર્ડ કોપીમાં સ્વીકારી કોવિડ-૧૯ વાયરસ સંક્રમણ વિરૂદ્ધની બધીસાવચેતીઓ સાથે દાખલ કરવા અને ફક્ત નિર્દિષ્ટ પ્રકારના કેસો જે વીડિયો કોન્ફરન્સથી ચલાવી શકાતા હોય તે જે કેસોની કાર્યવાહી ચલાવવી. આ બાબતની વિસ્તૃત સૂચનાઓ આ પરિપત્ર દ્વારા જણાવાયેલ છે. પરિપત્રમાં એવા સ્પષ્ટ નિર્દોષ આપવામાં આવેલ છે કે કોર્ટ કાર્યવાહી ફક્ત વીડિયો કોન્ફરન્સથી જ ચલાવવાની રહેશે. કોર્ટ કાર્યવાહી ને ભૌતિક સ્વરૂપે કે વકીલ તેમજ પક્ષકારોની ભૌતિક હાજરીમાં શરૂ કરવાના કોઈ નિર્દેશ આપેલ નથી,એવું સ્પષ્ટીકરણ
પણ આ પરિપત્રમાં કરાયેલહોવાનુ જણાવ્યુ હતુ.

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા