કોરોનાને કારણે ફીકી પડતી પૂજા
મંદિરે ભક્તો છૂટાછવાયા સોશ્યિલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને દર્શન કરવા આવે છે.
કોરોના ને કારણે ફુલહાર, પૂજાપાના સામાનની ખરીદી માં પણ આવેલી ઓટ.
કોરોના સંક્રમણ ના ડરને કારણે ભક્તો ફુલહાર પૂજાનો સામાન ચઢાવતા નથી.
રાજપીપળા,તા. 28
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે,પણ કોરોના ને કારણે મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળતી નથી. નર્મદામાં પવિત્ર શ્રાવણ માસમાં નર્મદાના શિવાલયો ૐ નમઃ શિવાયના નાદથી ગુંજી ઊઠે છે. જેમાં કુંભેશ્વર, નાની મોટી પનોતી, રાજપીપળા નંદીકેશ્વર મહાદેવ,રાજેશ્વર મહાદેવ, ગુવાર રામાનંદ આશ્રમના મહાદેવ, જીતનગર નંદીકેશ્વર મહાદેવ, રાજપીપળા નજીક મણીનાગેશ્વર મહાદેવના મંદિરે તથા ગોરા શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે ભક્તો છૂટા છવાયા સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને દર્શન કરવા આવે છે. આ શિવ મંદિરોમાં બિલીપત્ર, દૂધનો અભિષેક તથા વ્રત ઉપવાસ તથા તથા શ્રાવણના ધાર્મિક કાર્યક્રમો કરી અને ભોળાનાથના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
બીજી તરફ કોરોના ને કારણે ફુલહાર,પૂજાપાના સામાનની ખરીદી માં પણ ઓટ આવી છે.કોરોના સંક્રમણના ડરને કારણે ભક્તો ફુલહાર,પૂજાનો સામાન ચઢાવતા નથી. કોરોના ને કારણે ફૂલોના હાર બનાવનાર માર્યો ના ફૂલોનો વ્યવસાય પણ મંદ પડ્યો છે. મોટાભાગના ભક્તો મંદિરમાં જવાનું ટાળી રહ્યા છે.ભક્તો મોટેભાગે બહાર ન નીકળતા ઘરમાં જ પૂજા દર્શન કરી લે છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા