રાજપીપલા નગરના કોરોના પોઝિટિવ વિસ્તારમા સેનેટાઇઝડ કરવામા આવતુ ન હોવાની બૂમો ઉઠી.

રાજપીપળા નગરપાલિકા દ્વારા કોરોનાની મહામારી વચ્ચે પણ સેનેટાઇઝેશન મામલે ધોર બેદરકારી.
કોરોનાના પોઝિટિવ દર્દીઓના ધર સુદ્ધા તેમના મોહલ્લામાં સેનેટાઇઝેશનની નગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી જ હાથ ધરાતી નથી !!.
રાજપીપળા, તા. 28
રાજપીપલા મા કોરોના નો આંકડો 300ને પાર કરી ગયો છે અને હજી પણ આ આંકડો ચિંતાજનક રીતે વધી રહયો છે, ત્યારે નગરમા ખાસ કરીને પોઝિટિવ કેસ વિસ્તારને સેનેટાઇઝડકરવામા નગર પાલિકા તંત્ર નિષ્ફળગયુ છે.
નગર વિસ્તારમાંથી પોઝિટિવ આવતા દર્દીઑના ઘર તેમના આસપાસનો વિસ્તાર સેનેટાઇઝડ કરવામા આવતુ ન હોવાનુ રહીશો જણાવી રહ્યાછે.રાજપીપલા નગરના કાછીયાવાડ, શાકમાર્કેટ કસબાવાડ, મોટા માછીવાડ, લુહારચાલ,માલીવાડ જેવા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. ત્યારે આ વિસ્તારમાં સેનેટાઇઝેશનની કામગીરી અંગે લાપરવાહી કજોવા મળીરહી છે .હવે તો કોરોના મા મૃત્યુ પણ થઈ રહ્યા છે, ત્યારે આ બેદરકારી ભારે પડી શકે છે. રાજપીપલા કોરોના હોટસ્પોટ પૂરવાર થયુ છે. ત્યારે ફરી એક વાર રાજપીપલા ને ફરી એક વાર સેનેટાઈઝડ કરવાની માંગ ઉઠી છે.
તસવીર : જ્યોતિ જગતાપ , રાજપીપલા