નિર્ભયાના દોષીને આવતી કાલે સવારે 5:30 વાગ્યે અપાશે ફાંસી, સુપ્રીમ કોર્ટે પવનની અરજી ફગાવી Sureshvadher

દેશના પાટનગર દિલ્હીમાં 16 ડિસેમ્બર, 2012માં થયેલાં નિર્ભયા કેસમાં દોષી પવન ગુપ્તાની ક્યુરેટિવ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે ગુનાને સમયે પવન સગીર હોવાની અપીલ માનવાથી ઇન્કાર કરી દીધો છે એટલું જ નહીં નિર્ભયાના ચારેય આરોપીઓનો આવતી કાલે સવારે 5.30 વાગ્યે ફાંસીના માંચડે લટકાવામાં આવશે.

નિર્ભયા ગેંગરેપ કેરના ચારેય દોષિતોને આવતીકાલે તિહાડ જેલમાં સવારે 5.30 કલાકે ફાંસી આપવાનું નક્કી છે. ચારેય દોષિતોની ફાંસીને આડે 24 કલાકથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ફાંસીની સજાને ટાળવા માટે હજુ પણ દોષિતો હવાતિયા મારી રહ્યા છે. નિર્ભયા કેસના એક દોષિત પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી ક્યૂરેટિવ પિટિશનને ફગાવી દેવામાં આવી છે. આ અરજીમાં પવન ગુપ્તાએ ગેંગરેપની ઘટના વખતે તે સગીર હોવાનો દાવો કર્યો છે. ચારેય દોષિતોને આવતીકાલે ફાંસીના માચડે લટકાવી દેવામાં આવશે. જલ્લાદ દ્વારા આ માટેનું રીહર્સલ પણ પૂર્ણ કરી લીધું છે.

દોષિતોએ ફાંસી રોકવા માટે ભારે ધમપછાડા કર્યા હતા અને ત્રણ મહિનાથી કાયદાકીય રીતે લડત લડી હતી પરંતુ તમામ દોષિતોની ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખતા ઓર્ડર સામેની ક્યૂરેટિવ પિટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્વારા પણ તમામની દયા અરજી ફગાવી દેવામાં આવી હતી. દોષિતોએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે જેમાં કોરોનાને પગલે ફાંસી અટકાવવા માંગ કરવામાં આવી છે. આ અરજીમાં તેમણે અલગ-અલગ વિચારાધિન અરજીનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત દોષિતોએ મહામારીને પગલે ફાંસી ટાળવાનું પણ જણાવ્યું છે.

આવતીકાલે નિર્ભયાને ન્યાય મળશે : આશા દેવી

નિર્ભયાની માતા આશા દેવીએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવતીકાલે ચારેય દોષિતોને ફાંસીએ લટકાવી દેવાશે અને તેમની દીકરીને ન્યાય મળશે. નિર્ભયાની માતાએ જણાવ્યું કે કોર્ટે તેમને ઘણી તકો આપી છે એટલા માટે તેમને કોઈને કોઈ બહાનું બતાવવાની આદત પડી ગઈ છે.
Sureshvadher only news group
9712193266