જામનગરમાં કોરોના મહામારીના કહેર વચ્ચે થેલેસેમિયાના દર્દીઓ માટે હાલરી ભાનુશાલી જ્ઞાતિના યુવાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

: જામનગરના હાલારી ભાનુશાળી જ્ઞાતિના યુવાઓ દ્વારા આજે થેલેસેમિયાના દર્દીઓ અને જરૂરિયાતમંદો માટે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં હાલરી ભાનુશાળી જ્ઞાતિના તેમજ અન્ય જ્ઞાતિના યુવાન યુવતીઓએ ખૂબ મોટી સંખ્યા માં બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું ભાનુશાળી સમાજના જગદીશ જોઈશર, રાજ કાનખરા અને જિતેન્દ્રભાઈ તેમજ મિત્રો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન છેલ્લા 3 વર્ષ થી કરવામાં આવે છે જ્યારે આ વર્ષે પણ સરકાર શ્રી ના સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવા નિયમો નું પાલન કરી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ કેમ્પ દ્વારા બ્લડ ની 100 થી વધુ બોટલો એકત્રિત કરી શહેર ની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં જમા કરાવવામાં આવ્યું હતું.