ગુજરાતમાંથી નક્સલીઓની ધરપકડના મુદ્દે અમદાવાદમાં ATSએ પ્રેસ કોન્ફરન્સ યોજી કર્યા ઘણા ખુલાસા.

અમદાવાદ : ગુજરાતમાંથી નક્સલીઓની ધરપકડના મામલે અમદાવાદમાં ATSએ પ્રેસ કોન્ફરન્સ યોજી ઘણા ખુલાસા કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ATSએ વ્યારામાંથી ઝડપેલા નક્સલીઓના ફોન ટ્રેસિંગ બાદ કેટલીક વિગતો સામે આવી છે. ATSએ કહ્યું હતું કે, નક્સલીઓ પાસેથી કબ્જે લેવાયેલા લેપટોપમાંથી નાણાકીય વ્યવહારના પુરાવા મળ્યા છે. પ્રતિબંધિત સંગઠનોની માહીતીની પુસ્તિકા મળી છે. આ લોકો ઝારખંડ રાજ્યના છે. વ્યારાથી મહિસાગર સુધી મુલાકાત લેતા હતા. આદિવાસી લોકોને ઉશ્કેરી રહ્યા હતા. છેલ્લા 6 મહિનાથી મુલાકાત લેતા હતા. લોકોને ઉશ્કેરી પોતાની વિચારધારામાં સામેલ કરતા હતા. તેઓ ગુજરાતમાં અદિવાસીઓને ઉશ્કેરણી કરતા હતા.