એમેઝોન પ્રાઈમ વિડિયોએ બહુપ્રતિક્ષિત એમેઝોન ઓરિજિનલ સિરીઝ બેન્ડિશ બેન્ડિટ્સ માટે ટ્રેઈલર રજૂ કર્યું.

એમેઝોન પ્રાઈમ વિડિયોએ બહુપ્રતિક્ષિત એમેઝોન ઓરિજિનલ સિરીઝ બેન્ડિશ બેન્ડિટ્સ માટે ટ્રેઈલર રજૂ કર્યું
આ રોમેન્ટિક મ્યુઝિકલ ડ્રામાના સર્વ 10 એપિસોડ 4 ઓગસ્ટ, 2020થી 200 દેશ અને પ્રદેશમાં જોઈ શકાશે

સંગીતથી જોડાણ
પણ વારસાથી ભંગાણ

વિધિસર ટ્રેઈલર જુઓ HERE
કી આર્ટ અને ઈમેજીસ ડાઉનલોડ કરો HERE

મુંબઈ, ભારત, 20મી જુલાઈ, 2020- એમેઝોન પ્રાઈમ વિડિયોએ આજે બહુપ્રતિક્ષિત સંપૂર્ણ નવી એમેઝોન ઓરિજિનલ સિરીઝ બેન્ડિશ બેન્ડિટ્સનું ટ્રેઈલર રજૂ કર્યું હતું. સિરીઝ 4 ઓગસ્ટ, 2020થી જોઈ શકાશે. અમૃતપાલ સિંહ બિંદ્રા દ્વારા નિર્મિત અને આનંદ તિવારી દ્વારા દિગ્દર્શિત આ સંપૂર્ણ નવી ઓરિજિનલ સિરીઝની પાર્શ્વભૂ જોધપુરની છે અને વિપરીત પાર્શ્વભૂમાંથી આવેલા બે યુવા સંગીતકારોની વાર્તા કહે છે. બેન્ડિશ બેન્ડિટ્સમાં રોમાંચક ઓરિજિનલ સાઉન્ડટ્રેક શંકર- અહસાન લોયે કમ્પોઝ કર્યું છે, જેણે આ શો સાથે તેનું ડિજિટલ પદાર્પણ કર્યું છે.

પ્રતિભાઓ શું કહે છે
મુખ્ય અભિનેતા રિત્વિક ભૌમિક કહે છેઃ “બેન્ડિશ બેન્ડિટ્સનું નિર્માણ સ્વપ્નવત છે. નસીરૂદ્દીન શાહ, રાજેશ તેલંગ, શીબા ચઢ્ઢા અને અતુલ કુલકર્ણી જેવા દિગ્ગજો સાથે મારું પદાર્પણ મારા જીવનનો સૌથી પરિપૂર્ણ અનુભવ બની રહ્યો છે. બેન્ડિશ બેન્ડિટ્સ યુવા પ્રેમ, મહત્ત્વાકાંક્ષી, લગની અને પારિવારિક મૂલ્યોનું સહજ છતાં શક્તિશાળી રીતે સુંદર રીતે વિવરણ કરતા સંગીતમાં ભારતીય પરંપરાઓનું સંમિશ્રણ છે.”

મુખ્ય અભિનેત્રી શ્રેયા ચૌધરી કહે છેઃ “આનંદ તિવારી સાથે કામ કરવાનું મારું હંમેશાં મન હતું, જેથી બેન્ડિશ બેન્ડિટ્સનો હિસ્સો બનતાં મારી ખુશીનો કોઈ પાર નથી. કામ અને અભિનય શીખવા માટે આવા અમુક અત્યંત પ્રતિભાશાળીઓ અને ભારતના સન્માનિત કલાકારો પાસેથી શીખથી મારી જેવી કલાકારને બીજું શું જોઈએ. હું માનું છું કે આ શો સંગીત અને પ્રેમનો હૃદયસ્પર્શી પ્રવાસ છે અને દર્શકોને તે જોવાની બહુ જ મજા આવશે એવું મને લાગે છે. ”

રૂપરેખાઃ
બેન્ડિશ બેન્ડિટ્સ રાધે અને તમન્નાની વાર્તા છે. રાધે ગાયકીનો શોખીન છે, જે પોતાના દાદાના શાસ્ત્રીય સંગીતના વારસાને આગળ વધારવા માગે છે. તમન્ના ઊભરતી પોપ ગાયિકા છે, જે ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય પોપસ્ટાર બનવા માગે છે. જોકે રાધે તમન્ના સાથે પ્રેમમાં પડતાં જ તેમના જીવનમાં ઊથલપાથલ મચી જાય છે. તેને સુપરસ્ટારડમ હાંસલ કરવા માટે મદદ કરવી અને પોતાના સંગીત અને પરિવારના વારસાને જાળવવામાંથી શું કરવું એવો મોટો પ્રશ્ન તેની સામે છે ત્યારે શું તેની પાસે છે તે બધું જ ગુમાવવાનું જોખમ ઉઠાવીને તે આ સંઘર્ષમાંથી બહાર નીકળવામાં સફળ થશે?