ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત યાત્રાની તૈયારીઓનો સંપૂર્ણ ખર્ચ અંદાજે 115 કરોડથી વધુનો ખર્ચ ગુજરાત સરકાર જ ભોગવશે

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની ત્રણ કલાકની યાત્રાની તૈયારી માટે કરવામાં આવનારા અંદાજે 115 કરોડથી વધુનો ખર્ચ ગુજરાત સરકાર જ ભોગવશે. અત્યાર સુધી આ ખર્ચ કોણ ભોગવશે તે અંગે ચાલતા વિવાદ પર આ પ્રોગ્રામના યજમાન ગુજરાતના મુખ્યમંત્રી પોતે હોવાની વિજય રૂપાણીએ જાહેરાત કરી તે સાથે જ ખર્ચ અંગેના વિવાદ પર પડદો પડી ગયો છે. નમસ્તે ટ્રમ્ફના અભિવાદન માટેની સમિતીના અધ્યક્ષ પદે બિજલ પટેલની નિમણૂક કરવામાં આવી ત્યારબાદ પણ આ કાર્યક્રમ માટે કરવામાં આવનારો ખર્ચ અભિવાદન સમિતિ નિભાવશે ખરી તેવો સવાલ ઊભો થયો હતો