અમદાવાદ ખોખરા પોલિસ સ્ટેશનને અડીને જ કચરાના ઢગ ખડકાયા

AMC ઘોર નિંદ્રામાં: અમદાવાદ ખોખરા પોલિસ સ્ટેશનને અડીને જ કચરાના ઢગ ખડકાયા



અમદાવાદ: અમદાવાદ ખોખરા પોલિસ સ્ટેશનને અડીને જ કચરાના ઢગ ખડકાયા જોવા મળ્યા છે. દિવસ-રાત અસહ્ય દુગઁધ મારતા કચરા અને ગંદકી ને લઈ ને સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. મૃત પશુઓ પણ આ કચરા ની અંદર નાંખી દેવાતા હોય સ્થાનિકો સહિત ખોખરા પોલિસ સ્ટેશન ની મુલાકાતે આવતા નાગરિકો ને હાલાકી ઓમા મુકાવું પડતું હોય છે. AMC ના તંત્ર ને આ પોલિસ સ્ટેશન પાસે ની કચરાપેટી દુર કરવા અનેક રજુઆતો સ્થાનિકો ઓ કરી હોવા છતા તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ હોય તેમ સ્થાનિકો ઓને લાગી રહ્યુ છે. ખોખરા વિસ્તાર મા નવું પોલિસ સ્ટેશન કાયઁરત થયે વષોઁ વીતી ગયા પણ આ પોલિસ સ્ટેશન ને અડી ને આવેલી અને દુગઁધ મારતી કચરાપેટી ને ખસેડવા માટે તંત્ર હજુ પણ ગંભીર બન્યું નથી. એક તો છાસવારે ઉભરાતી ગટરો અને નબળી કામગીર ને લઈ ને અવારનવાર પડતા માગઁ પર ના ભુવા ઓ આ ગંદકી અને તુટેલા રસ્તા ઓની સમસ્યા ને વધુ વકરાવે છે ત્યાં કચરાપેટી ને દુર કરવામાં આવે તેવી માગ સ્થનિકો કરી રહ્યા છે