ખાંભા તાલુકા ના જુના માલકનેશ ગામે બ્લોક પેવર નું કામ અટકાવી તાત્કાલીક પગલા લેતા તાલુકા વિકાસ અધિકારી

ખાંભા તાલુકાના જુનામાલકનેશ ગામના સરપંચ દ્રારા વ્યાપકપણે ભ્રષ્ટાચાર આચરેલ હોય જેમની જાણ થતાં ગામના જાગૃત ઉપસરપંચ અને પ્રેસ રિપોર્ટર હસમુખભાઈ શિયાળ દ્રારા કામનો ભ્રષ્ટાચાર અટકાવતા તેમની ઉપર ખોટી પોલીસ ફરિયાદ થતા અને તેમની જાણ થતાં આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ અને પ્રેસ રિપોર્ટર મુકેશભાઈ વાઘેલાએ જ્યાં બ્લોક પેવરનું કામ ચાલુ હતું તે સ્થળની મુલાકાત લઈને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં હસમુખભાઈ શિયાળની મુલાકાત લઈ તાત્કાલિક ધોરણે તાલુકા વિકાસ અધિકારીશ્રીને રૂબરૂ લેખિતમાં અરજી આપતા તેમજ તાત્કાલિક પગલાં ન લેવામાં આવે તો ધરણાની ચીમકી ઉચ્ચારી હતી. તેના પગલે ખાંભા તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાવસાર સાહેબ દ્રારા તાત્કાલિક ધોરણે પગલાં લઈ ને સરપંચશ્રી અને તલાટી મંત્રી ને બીજા આદેશ ન કરવામાં આવે ત્યાં સુધી કામ અટકાવી ને તરત જ પગલાં લીધેલ છે.