મુખ્ય સમાચાર.

*નોર્મલ લાઈફ જીવતા શીખો: WHO*
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ સ્પષ્ટ કરી દીધું છે કે કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા યથાવત્ સ્થિતિમાં પાછા આવવાનું શક્ય નહીં બને. સરળ અને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, નજીકના ભવિષ્યમાં કોરોના પહેલાની નોર્મલ જીંદગી જીવવી મુશ્કેલ છે. લોકોએ ન્યૂ નોર્મલમાં જીવવું પડશે. ડબ્લ્યુએચઓના વડાએ ચેતવણી આપી હતી કે, કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. જેને પગલે પહેલાવાળી સ્થિતિમાં પાછું ફરવાની વાત જ નથી
*
*મને બદનામ કરનારને ઉઘાડા પાડીશ: કુમાર કાનાણી*
મારી સરકારને કેટલાક તત્વો બદનામ કરી રહ્યા છે આગામી દિવસોમાં તેમને હું ઉઘાડા પાડીશ રાજ્યકક્ષાના આરોગ્ય મત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસથી મને અને મારા પક્ષ સહિત મારી સરકારને કેટલાક તત્વો દ્વારા બદનામ કરવામાં આવી રહયા છે જેમને હું આગામી દિવસોમાં સમાજ સામે ઉઘાડા પાડીશ.
**
*સુરતમાં 144ની કલમ લાગુ*
સુરતમાં લોકડાઉન નહીં પણ લોકડાઉન જેવી સ્થિતિ 144ની કલમ લાગુ
સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરી વિસ્તારમાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરવામાં આવી છે, જેમાં જાહેર સ્થળોએ ચારથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે
*સુરતમાં સંક્રમણ અટકાવવામાં સરકાર નિષ્ફળ લોકો સેલ્ફ લોકડાઉનના માર્ગે*
**
*કોન્સ્ટેબલ મયુરસિંહ નિર્મલસિંહ જાડેજા લાંચ લેતા ઝડપાયા*
રાજકોટ ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ રૂપિયા 1 હજારની લાંચ લેતા જામનગર ACBના હાથે ઝડપાય ગયા છે. જામનગર-રાજકોટ વચ્ચે ઈકો ગાડી ચલાવનાર પાસેથી ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલે પેસેન્જર ભરવા દેવાની છૂટ આપવા પેટે રૂપિયા 1 હજારની લાંચ માંગી હતી.
**
*PSI મિશ્રા સામે મહિલાએ નોંધાવી ફરિયાદ*
અમદાવાદનું વાડજ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં આવ્યુ છે PI રાઠવાની બદલી બાદ હવે PSI મિશ્રા સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે PSI મિશ્રાએ હોટલમાં બોલાવીને બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હોવાનો મહિલાએ આક્ષેપ લગાવ્યો. મહિલાને એપલવુડ હોટેલમાં લઈ જઈ બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ
**
*બિહારમાં સંપૂર્ણ લોકડાઉન*
બિહાર સરકારે કોરોના વાયરસનો કહેર જોતા સંપૂર્ણ લોકડાઉનને આગળ લંબાવીને 31 જૂલાઈ સુધી કરી દીધુ છે. ઈમરજન્સી સેવાઓને જો કે છૂટ આપી છે. જો કે, લોકડાઉનને લઈ વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
**
*દ.ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી*
ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જે અંતર્ગત 15 અને 16 જુલાઇના રોજ વલસાડ, દીવ, દમણ, દાદરાનગર હવેલી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
**
*સુરતમાંમિતુલ શાહની ધરપકડ*
સુરતમાં ગાજેલા ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના કાળા બજાર મામલે પહેલી ધરપકડ કરાઇ છે. ઉમરા પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં મિતુલ શાહની ધરપકડ કરાઇ છે. મિતુલ શાહ શાંતિ મેડિસીનના ઓનર છે. ઈન્જેક્શનની કાળાબજારી કેસમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઉમરા પોલીસ સ્ટેશનમા સાત લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી.
**
*હવે પાણી ઉડશે પ્લેન કેબિનેટ આપશે લીલીઝંડી*
ગુજરાતમાં ચાર વોટર એરોડ્રોમના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા સાથે MoU સમજૂતિ કરાર માટે રાજ્ય મંત્રીમંડળની બુધવારની બેઠકમાં દરખાસ્ત કરવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકારની રિજીયોનલ કનેકટીવીટી સ્કીમ RCS ઊડાન ૩ અને ૪ અંતર્ગત આ ચાર વોટર એરોડ્રોમ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ, સરદાર સરોવર ડેમ, નર્મદા-કેવડીયા, શેત્રુંજ્ય ડેમ પાલિતાણા અને ધરોઇ ડેમ મહેસાણા ખાતે વિકસાવી હવાઇ સેવા શરૂ કરવામાં આવશે.
**
*ગુજરાત યુનિવર્સીટીમાં ABVPના કાર્યકરોનો હોબાળો*
ગુજરાત યુનિવર્સીટીમાં એબીવીપીના કાર્યકરોએ સિક્યોરીટી સાથે મારામારી કરી. ABVP યુનિવર્સીટીની દીવાલ પર વિરોધના લખાણ મામલે પહોંચ્યા હતા.જો કે યુનિવર્સીટી બિલ્ડીંગ પર વિરોધી લખાણ ના લખવા દેતા સિક્યોરીટી સાથે બબાલ કરી માર માર્યો હતો.સરકારી પ્રોપર્ટીને નુકશાન થતું અટકાવવાનો પ્રયાશ કરતા સિક્યોરીટી ગાર્ડને એબીવીપીના કાર્યકરોએ માર માર્યો હતો
**
*મોદીના ભાષણ માટે ફક્ત 1500 લોકોને મંજૂરી*
સ્વતંત્રતા દિવસ: લાલ કિલ્લા પર મોદીના ભાષણ માટે ફક્ત 1500 લોકોને મંજૂરી, શાળાના બાળકો અને NCC કેડેટ્સ પણ નહીં રહે હાજર
**
*સુરતમાં ડુપ્લીકેટ માસ્ક વેચતા બે રંગેહાથ ઝડપાયા*
અમેરીકાની માસ્ક ઉત્પાદક કંપની જેવા જ ડુપ્લીકેટ માસ્ક ઓનલાઇન જાહેરાત મૂકી ઓછી કિંમતમાં વેચતા સુરતના ત્રણ ભાગીદારો પૈકી બે ભાગીદારને કંપની વતી નિરીક્ષણનું કામ કરતા અમદાવાદના યુવાને માસ્કનો ઓર્ડર આપી તેની ડીલીવરી આપવા ઉધના દરવાજા આવ્યા ત્યારે રંગેહાથ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા.
**
*સુનિતા યાદવ વિરુદ્ધ સુરત પોલીસ કમિશનર સમક્ષ દાખલ*
સુરતના વરાછા જ્વેલર્સ એસોસિયેશન દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. મહિલા એલઆરડી જવાન અને પ્રધાનપુત્ર વચ્ચેના વિવાદ મામલે આવેદનપત્ર આપ્યું હતુ. આરોગ્ય મંત્રીની છબી ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આરોપ મુક્યો હતો.
*
*રાજ્યના રીક્ષા ચાલકોને હવે વાદળી કલરયુનિફોર્મમાં જોવા મળશે*
એસોસિયેશન અને સરકારની બેઠક બાદ લેવાયો નિર્ણય રાજ્યના રીક્ષા ચાલકો હવે યુનિફોર્મમાં જોવા મળશે. રીક્ષા ચાલકોએ વાદળી કલરનો એપ્રોન ફરજીયાત પહેરવો પડશે રાજ્યના રીક્ષા ચાલક એસોસિયેશન અને સરકાર વચ્ચેની બેઠક બાદ યુનિફોર્મ અંગનો નિર્ણય લેવાયો હતો.
**
*85 સિંહોના મોતનો મામલો તપાસ કમિટીએ રજૂ કરેલા રિપોર્ટમાં ખુલાસા*
સાસણ ગીરમાં સિંહોના મોત મામલે કેન્દ્રની ટીમ તપાસ અર્થે ગીરમાં આવી હતી. જેમાં કેન્દ્રમાં તપાસ કમિટીએ કરેલા રિપોર્ટમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. પાંચ માસમાં 85 સિંહોના થયા હતા મોત, જેમાં વનવિભાગ અને સરકારની સિંહોના સંરક્ષણ બાબતને ઘોર બેદરકારી સામે આવી છે
**
*સુરત: જૈનાચાર્ય ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા*
દીક્ષાદાનેશ્વરી જૈનાચાર્ય ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. આજે પરોઢિયે 3.20 વાગ્યે ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં સુરત કૈલાસનગર ખાતે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે.
**
*રાજ્યના નવા પોલીસ વડા માટે આશિષ ભાટીયા પ્રબળ દાવેદાર*
ગુજરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાનું એક્સટેન્શન 31 જુલાઈએ પૂર્ણ થઈ રહ્યું છે જેને કારણે ગુજરાત સરકારે કેન્દ્રીય આયોગને ત્રણ નામો શોર્ટ લિસ્ટ કરીને મોકલ્યા છે. જેમાં હાલના અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટીયાનું નામ મોખરે છે.
**
*રાજસ્થાન કોંગ્રેસના નવા પ્રમુખ ગોવિંદસિંહ દોતાસરા*
ભાજપની સાથે રહીને પોતાના જ પક્ષની સરકાર ઉથલાવવા નિકળેલા સચિન પાયલોટને કોંગ્રેસમાંથી પાણીચું આપી દેવાયું છે. પ્રદેશ પ્રમુખ પદેથી તેમને હઠાવીને હવે નવા પ્રદેશ પ્રમુખ તરીકે ગોવિંદસિંહ દોતાસરા બનશે.
**
*બાળકોના શિક્ષણ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન*
માનવ સંસાધન વિકાસ મંત્રાલયે કોરોના વાયરસ રોગચાળાને પગલે પરત ફરેલા પરપ્રાંતિય કામદારોના બાળકોનું શિક્ષણ ન બગડે એ માટે માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને માર્ગદર્શિકા જારી કરી છે. એચઆરડી મંત્રાલય કહે છે કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કોરોના રોગચાળાને કારણે સ્થાનિક વિસ્તારોમાંથી સ્કૂલ છોડીને ગયેલા વિદ્યાર્થીઓનો ડેટાબેસ તૈયાર કરવો પડશે.
**
*નિયમોનો ભંગ કરાશે તો કડક કાર્યવાહી થશે:પાલિકા કમિશનર*
સુરત કોરોના સંક્રમણના વધારાને ધ્યાનમાં રાખીને પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ ઓડિયો મેસેજ જાહેર કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, લોકો હજુ ખાસ તકેદારી રાખતા નથી.
**
*શિક્ષકોને કોવિડ-19ની અંતર્ગત નોકરી કરવા પરિપત્ર જાહેર કરાયો*
સુરત કોરોના મહામારીમાં શિક્ષકોને હવે નવી જ જવાબદારી સોંપવામાં આવી છે. સુરત જાહેર કરેલા પરિપત્ર મુજબ ઓલપાડ,માંગરોળના શિક્ષકોને તેમના તાલુકામાં આવેલ ચેક પોસ્ટ પર કોવિડ-19ની મહામારી અંતર્ગત કામગીરી કરવા ખાસ સૂચના આપતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે
**
*વડતાલના જ્ઞાનજીવન સ્વામીનો વીડિયો વાઈરલ*
સુરત શહેરના ધારાસભ્ય અને રાજયના આરોગ્યમંત્રીના પુત્ર અને મહિલા કોન્સ્ટેબલ ઘર્ષણનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે વડતાલના જ્ઞાનજીવન સ્વામીનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં ધારાસભ્ય, મંત્રી પોલીસના દીકરા-દીકરીઓ અને તેના મિત્રો પર કટાક્ષ કરવામાં આવ્યો છે
**
*શિક્ષકોના ગ્રેડ-પે મામલે સરકાર સાથેની ત્રણ બેઠક નિષ્ફળ*
અમદાવાદ. ગુજરાતના 65 હજારથી વધુ શિક્ષકોના ગ્રેડ-પેના વિવાદના મામલે શિક્ષણમંત્રી અને શિક્ષક સંઘ વચ્ચે ત્રણ બેઠકો યોજવામાં આવી છે, પરંતુ તેમ છતાં પણ આ વિવાદનો કોઇ ઉકેલ આવી શક્યો નથી. સતત ત્રણ બેઠક પછી પણ મામલો ગૂંચવાયેલો રહેતા હવે શિક્ષકોએ આંદોલનની ચીમકી આપી હતી.
**
*NSUIએ સનફ્લાવર શાળાની ઓફિસ બંધ કરાવી*
રાજકોટ વાલીઓએ ઓનલાઈન શિક્ષણ અને ફી મુદ્દે વિરોધ કર્યો લૂંટવાનું
રાજકોટની સનફ્લાવર સ્કૂલ દ્વારા ફીની ઉઘરાણી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વાલીઓ વિરોધ કરવા પહોંચ્યા હતા વાલીઓએ સનફ્લાવર સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ અને ફી મુદ્દે વિરોધ કર્યો હતો
**
*પોલીસની હેરાનગતિ મામલે મહિલા આયોગ આગળ આવ્યું*
અંબાજી સાત દિવસમાં રિપોર્ટ આપવા રજૂઆત પોલીસની કથિત હેરાનગતિને કારણે ગર્ભવતી મહિલાની નવજાત બાળકીનું મોત નિપજતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મૃતક બાળકીના પરિવારજનોએ આ મામલે ઉગ્ર વિરોધ કરી ન્યાયની માંગણી કરી છે
*પ્રથમ સત્રની 1.20 કરોડ ફી માફ*
નફાખોર સંચાલકોને તમાચો અંકલેશ્વરની 3 શાળાએ 4496 વિદ્યાર્થીની પ્રથમ સત્રની 1.20 કરોડ ફી માફ કરી
**
*વિજય રૂપાણીએ અમરેલીમાં*
મુખ્યમંત્રીવિજય રૂપાણીએ અમરેલી જિલ્લા પંચાયત તથા ડોલવણ થરાદ અને ભિલોડા તાલુકા પંચાયતોના ર૬.૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત ભવનોનાલોકાર્પણ
**
*માલિક જાગી જતા હુમલો કરીને ભાગી છૂટ્યા*
વડોદરામાં કલાલી વિસ્તારના સહજાનંદ ડુપ્લેક્ષમાં ચોરીના ઇરાદે તસ્કરો ઘૂસ્યા મકાન માલિક જાગી જતા હુમલો કરીને ભાગી છૂટ્યા
**
*એડમિશન માટે નવી ગાઇડલાઇન*
કેન્દ્રીય વિદ્યાલયોમાં સત્ર 2020-21માં એડમિશન માટે નવી ગાઇડલાઇન, OBC વિદ્યાર્થીઓ માટે 27% બેઠક અનામત રખાશે અને ધો-1માં ઓનલાઇન ડ્રો સિસ્ટમથી મળશે પ્રવેશ. તો ધો 2થી 8માં પ્રાથમિકતાના આધારે અને ધો-9માં એડમિશન માટે આપવી પડશે પ્રવેશ પરીક્ષા.
**
*સોનાના બિસ્કીટ આપવાની લાલચ*
વડોદરા સોના-ચાંદીના વેપારીને સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપીને 72 લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયેલા વધુ એકની ધરપકડ 6.92 લાખ રૂપિયા જપ્ત
**
*પોઝિટીવ દર્દીઓ માટે દિવાળી બાગ કોમ્યુનિટી હોલ*
સુરતના જૈન સમાજનાં શ્રેષ્ઠીઓ દ્વારા સમાજના કોરોનાની હળવી અસરવાળા પોઝિટીવ દર્દીઓ માટે દિવાળી બાગ કોમ્યુનિટી હોલ વેસ્ટ ઝોન ખાતે નિ:શુલ્ક આઈસોલેશન વ્યવસ્થા ઉભી કરવામાં આવી