રાજપીપળા, તિલકવાડા અને દેડિયાપાડામાં કુલ 6 ઠેકાણે જુના જુગારના અડ્ડા પર નર્મદા પોલીસની રેડ થી દોડધામ.

રાજપીપળા, તિલકવાડા અને દેડિયાપાડામાં કુલ 6 ઠેકાણે જુના જુગારના અડ્ડા પર નર્મદા પોલીસની રેડ થી દોડધામ.

8 મોબાઇલ ફોન, રૂ 10,860 રોકડ રકમ, તથા જુગારના સાહિત્ય સાથે 14 520 રૂ ના મુદ્દામાલ સાથે 11 જુગારીઓની ધરપકડ

રાજપીપળા, તા. 29

નર્મદા જિલ્લાના ત્રણ તાલુકાઓમાં રાજપીપળા તિલકવાડા અને દેડિયાપાડામાં ઠેકાણે જુગારના અડ્ડા પર નર્મદા પોલીસે રેડ કરતા દોડધામ મચી જવા પામી હતી જેમાં 8 મોબાઇલ ફોન રૂ. 10, 860 રોકડ રકમ, તથા જુગારના સાહિત્ય સાથે 14520 રુ મુદ્દામાલ સાથે 11 જુગારીઓને પોલીસે ધરપકડ કરી છે.
જેમાં મચ્છી માર્કેટ રાજપીપળા આરોપી નટવરભાઈ અંબાલાલ માછી જુગાર રમતા અંગ ઝડતી ના રોકડા રૃપિયા 600/- સાથે પકડાઈ ગયા હતા, જ્યાં રાજપીપળા ટેકરા ફળિયા માં રેડ કરતા આરોપી ખાલપાભાઇ ગુલાબભાઈ વસાવા, જેન્તીભાઈ મોતીભાઈ વસાવાના ઘરના ઓટલા ઉપર આરોપી અલ્પેશભાઈ વતી આ ફરક તથા આકડા લખી લખાવીની જુગારના સાહિત્ય તથા આગ ઝડતી ના રોકડા રૂપિયા 4530/- તથા મોબાઇલ કિંમત રૂ.500/- મળી કુલ રૂપિયા 4530/- ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા, જ્યારે દેડીયાપાડા નવીનગરીમાં રેડ કરતા આરોપી રાકેશભાઈ નારણભાઈ મરાઠા( રહી,દેડીયાપાડા નવીનગરી ) રૂ 190 /- ઝડપી પાડયા હતા, જ્યારે દેડીયાપાડા થાણા ફળિયામાં આરોપી ઉમેશભાઈ ધનજીભાઈ વસાવા( રહે, દેડીયાપાડા થાણા ફળિયુ ) પાસેથી અવરજવરથી માંથી જુગારના વકરાના જુદા જુદા દરની ચલણી નોટો રૂપિયા 1880/- ના તથા બે જીઓ કંપનીના સાદા કાળા કલરના મોબાઇલ મળી આવેલ છે. કુલ મુદ્દામાલ ની કિં. રૂ.2880/- કબજે લઇ આરોપીની ધરપકડ કરી હતી. એ જ વિસ્તારમાંથી બીજી રેડ કરતા આરોપી અશોકભાઈ પુનાભાઈ વસાવા પાસેથી જુદા જુદા દરની ચલણી નોટો રૂ.2520/- ના તથા એક એમ.આઇ કંપની નો સ્ટોક ટચવાળો એન્ડ્રોઇડ ગ્રે કલરનો મોબાઇલની કિં.રૂ. 2000/- કુલ કિં. રૂ.4520 /- સાથે ઝડપી પાડેલ છે, જ્યારે તિલકવાડા ચામડીયા રોડ ફળિયામાં આરોપીઓ સાવન ઉભે સમીરભાઈ અબ્દુલ ભાઈ ચૌહાણ, સહીજીભાઈ મોહમ્મદ આરબ, મહેન્દ્રભાઈ કંચનભાઈ તડવી, વિજયભાઈ કંચનભાઈ તડવી તમામ (રહે તિલકવાડા) પાસેથી ખુલ્લી જગ્યામાં પતા પાનથી હરજીત નો જુગાર રમી રમાડતા દાવા ઉપરના રોકડા રૂ. 540/- કુલ મળી રોકડા રૂ.1140/- તથા રૂપિયા તેમજ આરોપી અને અંગ જડતી કરતાં મોબાઇલ ફોન નંગ-4 કીં.રૂ.1300/- તેમજ સફેદ કલરના કુલ રૂ.2440/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડયા હતા.પોલીસે તમામ આરોપીઓ સાથે જુગાર ધારાની હેઠળ કલમની પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા