*વડોદરા જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ઉપર સાયક્લોથોન યોજાઇ*
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ફિટ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવા નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા*
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વ્યક્ત કરેલા ફિટ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવા માટે વડોદરા જિલ્લાના હેલ્થ સેન્ટર્સ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે સાયક્લોથોન યોજવામાં આવી હતી. જેમાં સ્થાનિક કક્ષાએ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેની સાથે ઉક્ત આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ ચેકઅપ કેમ્પ પણ યોજવામાં આવ્યા હતા.
વડોદરા જિલ્લામાં ૨૪૨ હેલ્થ સેન્ટર્સ ઉપરાંત ૪૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જેમાં સાયક્લોથોનનું આયોજન થયું હતું. વહેલી સવારે ઉક્ત આરોગ્ય કેન્દ્ર ઉપર નાગરિકો ઉપરાંત આરોગ્ય કર્મીઓ પોતાની સાયકલો લઇએ એકત્ર થયા હતા અને બાદમાં ગામ કે નગરના મુખ્ય માર્ગો ઉપર ફર્યા હતા.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષી ચૌહાણ ભાયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત અન્ય આરોગ્ય અમલદારો વિવિધ સ્થળો ઉપરથી આ સાયક્લોથોનમાં જોડાયા હતા. સાથે, હેલ્થ ચેકઅપ કેમ્પનો પણ નાગરિકોએ લાભ લીધો હતો.