સોશિયલ મીડિયાના ઉત્સુક વપરાશકર્તાઓ માત્ર આ એક એપ થકી તમામ મુખ્ય પ્લેટફોર્મની સગવડ માણી શકે છે અને તે ૮ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.
૫ જુલાઈ,બેંગલોર: આજે ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુએ વર્ચ્યુઅલી Elyments નું ઉદ્દઘાટન કર્યું– જે ભારતમાં બનેલું સોશિયલ મીડિયા માટેનું સુપરએપ છે.૧૪૭ દેશોના ૨૪.૮ લાખ લોકોએ આ ઉદ્દઘાટન લાઈવ જોઈને તેની શોભા વધારી.આ એલીમેન્ટ એપને રચનાર લોકોએ તેની મુખ્ય સુવિધાઓ/કાર્યો સમજાવતું પ્રેઝન્ટેશન રજૂ કર્યું.વિવિધ ક્ષેત્રોના નામાંકિત લોકો કે જેઓ આ વિશિષ્ટ પ્રસંગે ઓનલાઇન ઉપસ્થિત રહ્યા હતા તેમણે તેને વધાવી લેતાં જણાવ્યું કે સોશિયલ મીડિયાની દુનિયામાં ભારતની આ હરણફાળ છે.માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુએ એલીમેન્ટ્સનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરતા કહ્યું કે,” નવા ભારતને જોશીલા યુવા વિચારકોની જરૂર છે કે જે સર્જનાત્મકતા તથા મૌલિકતાના ઉદ્દેશ સાથે પ્રયોગો કરવા અને નવું નવું શોધવા તત્પર છે.મને એ જાણીને ખુશી થઈ કે એલીમેન્ટ્સ એપ ૧૦૦૦ યુવા આઈ ટી પ્રોફેશનલ્સે તૈયાર કરી છે અને તે ૮ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. આપણા આગવા આઈ ટી પ્રોફેશનલ્સની આવી પહેલ આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણી તાકાતનો પરિચય આપે છે. હું આશા રાખું છું કે લોકો દ્વારા વપરાતા ઘણા વિદેશી સોશિયલ એપનો એલીમેન્ટ્સ વિકલ્પ બની રહેશે.”
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણાથી આ એપ બનાવવાનો તખ્તો તૈયાર થયો હતો અને મુખ્યત્વે સોશિયલ મીડિયાના ૫૦ કરોડ ભારતીય વપરાશકર્તાઓ માટે સંપૂર્ણ સ્થાનિક વિકલ્પ તરીકે તૈયાર કરવામાં આવ્યો. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ ટીમના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે,” *આ એપની રચયિતા યુવા ટીમને હું અભિનંદન આપું છું.* ભારતના યુવાઓની એવી અસ્મિતા છે કે તેઓ કોઈ અશક્ય બાબતની કલ્પના કરી શકે છે અને તેને શક્ય બનાવી શકે છે.ટેકનોલોજી પોતે સારી કે ખરાબ હોતી નથી.પરંતુ આપણે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. *માનવીય અભિગમ વગરની ટેકનોલોજી આફતભરી છે.* બહેતર રીતે વાતચીત કરી શકવા તથા કરુણામય સમાજ અને બહેતર દુનિયાની રચના કરવા માટે માનવીયતા અને પરોપકારના અભિગમ ટેકનોલોજીના જરૂરી હિસ્સા હોવા જોઈએ.”
આ પ્રસંગમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ એપની પ્રશંસા કરીને તેને બિરદાવી લીધી. તેઓ છે સર્વશ્રી ,અભિનેત્રી તથા લોકસભાના સભ્ય હેમા માલિની,પૂર્વ વાણિજ્ય તથા ઈન્ડસ્ટ્રીના અને નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુ,કર્ણાટક રાજ્યના પૂર્વ રેવન્યુ પ્રધાન આર વી દેશપાંડે,પુર્વ મુખ્ય ચુંટણી કમિશનર એસ વાય કુરેશી, પૂર્વ પોલિસ અધિકારી આફતાબ અહમદ ખાન,હિન્દુજા ગૃપ ઓફ કંપનીસ(ભારત)ના ચેરમેન અશોક પી હિન્દુજા,જી એમ ગૃપના સ્થાપક ચેરમેન જી એમ રાવ,રામોજી ગૃપના વડા રામોજી રાવ.
આ એપની મહત્વની બાબત “અંગતતા” ની રક્ષા છે.તેને તૈયાર કરનાર લોકોએ ભારતીય સાઈબર સ્પેસના સાર્વભૌમત્વ પ્રત્યે અત્યંત ધ્યાન આપ્યું છે. તેમણે ગુપ્તતાની બાબતે ઉચ્ચ કક્ષાના નિષ્ણાંતોનું માર્ગદર્શન લીધું હતું. વપરાશકર્તાના ડેટાની ગુપ્તતા પર ભાર મુકવામાં આવ્યો છે.તેનો સ્ટોર ભારતમાં જ થશે અને વપરાશકર્તાની સ્પષ્ટ સંમતિ વગર કોઈ ત્રાહિતને આપવામાં નહીં આવે.
એલીમેન્ટ્સે દર્શાવ્યું કે ભારતનું આઈ ટી ઈન્ફ્રાસ્ટ્રકચર પણ દુનિયાના સમકક્ષ એપ બનાવવા સક્ષમ છે.વિવિધ સોશિયલ મીડિયા એપમાં જોવા મળતા ‘સંપર્ક,મિત્ર અને અનુસરો’ના વિષયોને
એલીમેન્ટ્સમાં એક જ એપમાં સંયોજન કરવામાં આવ્યા છે.એલીમેન્ટ્સના વૈવિધ્યસભર લક્ષણો અનેક સગવડો આપી એપની ઈકોસિસ્ટમમાં તેને વિશિષ્ટ સ્થાન અપાવે છે.અત્યારે વપરાશકર્તા તેના થકી ચેટ કરી શકે છે,ઓડીયો/વીડીયો કોલ કરી શકે છે,એક બીજાની પોસ્ટને શેર અને લાઈક કરી શકે છે,ઈન્ફ્લુએન્સર્સને ફોલો અને ડીસકવર કરી શકે છે તથા ગેમ્સ પણ રમી શકે છે.આવનાર મહિનાઓમાં તેમાં ઓડીટ/વીડીયો કોન્ફરન્સ મીટીંગ કોલ્સ, એલીમેન્ટ્સ પે દ્વારા સલામતીભરી આર્થિક ચુકવણી,સ્થાનિક ભારતીય બ્રાન્ડને પ્રોત્સાહન આપવા ક્યુરેટેડ કોમર્સ પ્લેટફોર્મ તથા રીજીઓનલ વોઈસ કમાન્ડ જેવી સવલતો ઉમેરવા તેની ટીમ ઉત્સુક છે.
આ એપને iOS app store તથા Google Play Store દ્વારા ડાઉનલોડ કરી શકાય છે.તે અંગ્રેજી અને સ્પેનીશ ઉપરાંત ૮ ભારતીય ભાષાઓ- હિન્દી,મરાઠી,બંગાળી,તામિલ,તેલુગુ, મલયાલમ,કન્નડ અને ગુજરાતીમાં પ્રાપ્ય છે.
આ વર્ચ્યુઅલ ઉદ્દઘાટનની સોશિયલ મીડિયા પર પણ #SuperappElyments તરીકે ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર નોંધ લેવાઈ.
આ એપની કેટલીક વધુ માહિતી http://tinyurl.com/Elyments પરથી મળી શકશે.