આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ અમરેલી ખાતે બે મહત્વની બાબત ની સમીક્ષા બેઠક .. હિતેષ કુમાર પટેલ.

પ્રથમ અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટીના સંગઠન માળખા ની સમીક્ષા કરવામાં આવી. અમરેલી જિલ્લામાં પ્રમુખ શ્રી નાથાલાલ સુખડીયા ની આગેવાની ખૂબ મક્કમ રીતે અમરેલી જિલ્લામાં સંગઠન મજબૂત થઈ રહ્યું છે.
– અમરેલી જિલ્લામાં લગભગ તમામ તાલુકામાં જવાબદાર પદાધિકારીઓ ની નિમણુક કરવામાં આવી છે. જે બાકી છે ત્યાં જલ્દીથી કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
– આજે જ્યારે ભાજપ અને કોંગ્રેસ ની મિલી ભગત થી ગુજરાત ની જે સરકાર ચાલી રહી છે તે તદ્દન નિષ્ફળ રહી છે. લોક વિમુખ બની છે. આજે ગુજરાત માં એક તરફ સરકાર લોકો ને સાંભળતી નથી ત્યારે બીજી બાજુ કોંગ્રેસ લોકો નો અવાજ બનાવમાં નિષ્ફળ બની છે.
– આ સ્થિતિ માં ગુજરાત માં આ બંને ને હરવા માટે આમ આદમી પાર્ટી લોકો નું હથિયાર બની રહી છે.
– દિલ્હી માં કરેલા શેક્ષનિક અને આરોગ્ય ક્રાંતિ ને લઈ ને ત્રીજી વખત બનેલી આમ આદમીની સરકારે લોકો માં આશા જગાવી છે.
– આજે ગુજરાતમાં ખૂણે ખૂણે થી શિક્ષિત અને સક્ષમ યુવાનો આમ આદમી પાર્ટી માં જોડાઈ રહ્યા છે.
– આથી જિલ્લા માં તમામ તાલુકામાં આગામી તાલુકા પંચાયતની ચૂંટણી માં મજબૂત અને સક્ષમ ઉમેદવારો ઉતારવામાં આવશે. લોકો ના કામો આસાની થી થઇ શકે. અને સ્થાની સુવિધાઓ ઊભી થઈ શકે તેવા પ્રયાસો કરી અમારા ચુંટાયેલા ઉમેદવારો દ્વારા કરવામાં આવશે.

– આ સાથે આગામી ધારી – બગસરા વિધાન સભાની પેટા ચુંટણીમાં ઉમેદવાર ઉતારવા બાબતે પણ સમીક્ષા કરવામાં આવી.
– આપને જણાવતા આનંદ થાય છે કે પેટા ચુંટણી ને લઈ ને જિલ્લા ટીમ માં ખૂબ ઉત્સાહ છે. અહી ભાજપ અને કોંગ્રેસ બંને ના વિરોધ માં લોકો માં ખૂબ રોષ ની લાગણી છે.
– છેલ્લા 20 – 25 વર્ષથી ગુજરાત ની ગાદી પર બેસેલી ભાજપ સરકાર વિકાસના નામે લોકોને ચેતરી રહી છે તે વાત ગુજરાતની જનતા ખૂબ સારી રીતે સમજી ચૂકી છે.
– ભાજપ અને કોંગ્રેસ એકજ છે તે વાત ધારી વિધાનસભાના લોકો ને અનુભવ થયો છે.
– આ બંનેને હરાવીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીનીના શિક્ષિત અને સક્ષમ ઉમેદવારને એતીહાસિક જીત આપવાની ક્ષમતા ધારી વિધાનસભાના ના લોકો માં છે.
– આ વિધાનસભા માં ખૂબ સારા ઉમેદવાર ઉતારીસુ તેવો આમને વિશ્વાસ છે.
– જિલ્લા અને તાલુકા ટીમ પાસે થી ઉમેદવારોના થોડા નામો આવ્યા છે. જેના પર પ્રદેશ કારોબારી ચર્ચા કરશે અને નિર્ણય લેવામાં આવશે.
– લોકો પાસે થી સૂચનો અને સલાહ લેવા માટે ઉપરોકત વોટ્સેપ નંબર જાહેર કરવામાં આવે છે. જેથી પ્રમુધ્ધ નાગરિકો આ બાબતે સૂચનો આપી શકે. વ્હોટ્સએપ નંબર–9016892211

મનોજ સોરઠીયા
પ્રદેશ સંગઠન મંત્રી
ગુજરાત

ડૉ ઇર્સાન ત્રિવેદી
મીડિયા કોઓર્ડીનેટર
આમ આદમી પાર્ટી
ગુજરાત 8140034567