*ચીનમાં ફસાયેલા ગુજરાતી છાત્રો માટે કંટ્રોલરૂમ શરૂ થયો : હેલ્પલાઈન નંબરો કરાયા જાહેર*

ચીનમાં કોરોના વાયરસની ઝપેટમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ફસેયાલા છે. અને ત્યાં ખાવા-પીવા અને બહાર જવા સહિત પારાવાર મુશ્કેલીઓમાં છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સૂચનાથી રાજ્ય સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. આ માટે હેલ્પલાઈન નંબર 097-2325190, 99784 05741, 90990 16213, 99874 04743 જાહેર કર્યા છે. જેના પર ચાઇનામાં અભ્યાસ કરતા ગુજરાતી યુવાનોના વાલી-પરિવારો કંટ્રોલ રૂમ તથા આ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકશે.