ગાંધીનગર. રાજ્યમાં સાઈકલોનિક સર્ક્યૂલેશન સક્રિય થયું છે. જેના કારણે રાજ્યભરમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 4 જુલાઈથી 8 જુલાઈ સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. આગામી પાંચ દિવસ આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
4 અને 5 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, આણંદ, વડોદરા, ભરૂચ, તાપી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, પોરબંદર, દ્વારકા, દાહોદમાં ભારે વરસાદ પડશે. જ્યારે 6 જુલાઈથી 8 જુલાઈ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ, ખેડા, નર્મદા, આણંદ, વડોદરા, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.