*રાજકોટ નવનિર્મિત S.T ડેપોમાં થુંકવા પર લાગશે GST ટેક્સ*

રાજકોટમાં તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અતિઆધુનિક S.T ડેપોમા થુંકનારને હવે GST ટેક્સ ચૂકવવો પડશે. S.T નિગમે ડેપોમાં જાહેરમાં થુંકનાર સામે કાર્યવાહી કરી તેમની પાસેથી જાહેરમાં થુંકવાનો દંડ અને અલગથી GST વસુલ કરવાનો આદેશ કરવામાં આવેલ છે. જો કોઈપણ વ્યક્તિ ડેપોમાં જાહેરમા થુંકશે તો GST સહીત 200 રૂપિયા દંડ ભરવો પડશે.