હોટલ – રેસ્ટોરન્ટ નવ વાગ્યા સુધીજ ખુલ્લી રાખવાના આદેશથી નારાજગી. હોટલ રેસ્ટોરન્ટ એસોસિયેશને 11 સુધી હોટલ રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી

હોટલ -રેસ્ટોરન્ટ નવ વાગ્યા સુધીજ ખુલ્લી રાખવાના આદેશથી નારાજગી

હોટલ રેસ્ટોરન્ટ એસોસિયેશને 11 સુધી હોટલ રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી

લોકો પરિવાર સાથે મોડી સાંજે કે રાત્રે હોટલમાંજમવા જવાનું પસંદ કરતા હોવાથી રજૂઆત કરાઇ હતી

અનલોક 2મા દુકાનો રાત્રે ૮ વાગ્યા સુધી અને હોટેલ તથા રેસ્ટોરન્ટ રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની સરકારે મંજૂરી આપી છે. જોકે હોટલ અને રેસ્ટોરન્ટ નો ધંધો મોટાભાગે મોડી સાંજે અને રાત્રીનો હોવાથી હોટલ રેસ્ટોરન્ટ એસોસિયેશન દ્વારા સરકાર સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતીકે હોટલ રેસ્ટોરન્ટ ને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવે. પરંતુ હોટેલ અને રેસ્ટોરન્ટ હવે નવ વાગે જ બંધ કરી દેવી પડશે સરકારના આ આદેશથી હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકો થોડા નારાજ થયા છે.તેમની દલીલ છે કે જો આવું લાંબુ ચાલશે તો ઘણી હોટલ અને રેસ્ટોરન્ટ બંધ કરી દેવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે.

અમદાવાદ સહિત રાજ્યભરની હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોના સંગઠન દ્વારા થોડા દિવસ પહેલાં જ મુખ્યમંત્રી સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતીકે હોટેલ અને રેસ્ટોરન્ટ નો ધંધો મોટાભાગે સાંજનો જ છે.લોકો મોડી સાંજે કામ ધંધો આટોપી પરિવાર સાથે હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવા જતા હોય છે માટે હોટલ અને રેસ્ટોરન્ટ ને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવે તો તેમનો ધંધો ચાલે.

હોટલ રેસ્ટોરન્ટ એસોસિયેશન દ્વારા એવી પણ રજૂઆત થઈ હતી કે કોરોનાની મહામારી વચ્ચે સરકારે આપેલા લોક ડાઉન માં લગભગ 70 દિવસ સુધી હોટલ રેસ્ટોરન્ટ બંધ રહી હતી જેને કારણે આ ઉદ્યોગને મોટું નુકસાન થયું છે. સાથે સાથે અનલોક 1મા નવ વાગ્યાથી કરફ્યુ લાગી જતો હોવાથી હોટેલ અને રેસ્ટોરન્ટ વહેલી બંધ કરી દેવી પડતી હતી જેને કારણે કોઈ આવક થતી નહોતી.

એસોસીએશનની રજૂઆત બાદ પણ સરકાર દ્વારા હોટલો અને રાત્રે 9 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાની મંજૂરી અપાતા હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો નારાજ થયા છે.સાથે સાથે આવી પરિસ્થિતિમાં ઘણી હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થઈ જશે તેવી ભીતિ પણ વ્યક્ત કરી હતી.