આજરોજ તારીખ 9/6/2020 ચોમાસુ ચાલુ તથાની સાથે મહાકાય અજગર જોવા મળ્યો… સાણંદ નળ સરોવર રોડ પર માણકોલ ગામ પાસેથી રણજીત સોલંકીનો કોલ આવતા કે એક આઠ ફુટ લાંબા મહાકાય અજગર ખેતરમા આવી ગયો છે.નાના બાળકો તથા મજુરો ડરી ગયા છે. તે તેવી જાણ થતાંની સાથે છેલ્લા ૧૩ વષૅથી સાપની પ્રજાતિ બચાવવા તથા તેના રેસ્કયુનું કામ કરી રહેલા વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ એવા એનીમલ લાઈફ કેરના મંત્રી વિજય ડાભી તથા તેમની ટીમ સ્થળ પર પહોંચી આઠ ફુડ લાંબા અજગરનું રેસ્કયુ ઓપરેશન હાથ ધરી બચાવી લેવામાં આવ્યો. તથા ગામ લોકો ને અજગર પ્રત્યે નો ભય દૂર કરવા મા આવ્યો. . વર્ષોથી સેન્ક રેસ્કયુ કરનાર તથા વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ વિજય ડાભી નું કહેવું છે કે હાલ ચોમાસા ની સીઝન ચાલુ થઇ ગઇ છે હાલ અવાર નવાર સાપ નીકળવા ના કિસ્સા બનશે. ચોમાસાની ઋતુમાં સાપની ઝેરની તીવ્રતા ખૂબ જ વધારે હોય છે એટલે સાપ ઘરમાં આવે કે ક્યાંય પણ જોવા મળે તો સાપ પકડતા નથી આવડતું એને જાતે પકડવાની કોશિશ કરશો નહીં અને બધા સાપ ઝેરી હોતા નથી અમુક સાપ ઝેરી હોય છે કોબ્રા રસલ વાઈપર સોસ્કેલવાઇપર ક્રેટ આ ઝેરી સાપ નેયકયારે પણ જાતે પકડવા ની કોશિશ ના કરશો કોઈ પણ સરિસૃપ કે વન્ય પ્રાણી જીવ આપણા ઘરમાં આવે તો તેને મારશો તાત્કાલિક એનીમલ હેલ્પલાઇન નો સંપર્ક કરવો જોઈએ અને સાપનો જીવ બચાવવો જોઈએ એજ વિનંતી મારી દરેક નાગરિક ને એનીમલ લાઈફ કેર વિજય ડાભી
આઠ ફુટ લાંબા મહાકાય અજગર નું રેસ્કયુ કરાયું.એનીમલ લાઈફ કેર ના વિજય ડાભી એ સાણંદ નળ સરોવર રોડ થી કયુૅ રેસ્ક્યુ. સાણંદ નળ સરોવર રોડ પર માણકોલ ગામ પાસે અજગરનો રેસ્ક્યુ કરાયું.છેલ્લા ૧૩ વષૅથી સાપની પ્રજાતિ બચાવવા તથા તેના રેસ્કયુ નું કામ કરતા વિજય ડાભીએ કર્યું રેસ્ક્યુ.ચોમાસાની સીઝન ચાલુ થઇ ગઇ હોવાથી અજગર બહાર આવ્યો હોવાનું અનુમાન.