પ્રાથમિક શૈક્ષિક મહાસંઘનું સોશિયલ મીડિયા દ્વારા મહા આંદોલન.

ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોના વિવિધ પ્રશ્નોને લઈને હાલમાં સોશિયલ મીડિયા માધ્યમથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા મોટું આંદોલન ચાલુ કરવામાં આવ્યું છે. પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉ.પ.ધો.માં 4200 ગ્રેડ પે આપવો, સીસીસી પાસ કરેલ શિક્ષકોને મૂળ તારીખથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો, જૂની પેંશન યોજનાનો લાભ તમામ શિક્ષકોને આપવો, મુખ્ય શિક્ષક (HTAT)ને 4400 ગ્રેડ પે તથા બદલીના નિયમોમાં ફેરફાર કરવા જેવા કેટલાંય પાયાના પ્રશ્નો સાથે ગુજરાત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કોરોનાની પરિસ્થિતિ ધ્યાને લઇ નવીન અને અસરકારક રીતે આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.