તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દેવલીયા ચોકડી ખાતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન.
છેલ્લા 15 દિવસ દરમિયાન ભાજપ સરકારે પેટ્રોલ ના ભાવમાં રૂ.8 અને ડીઝલમાં રૂ.9 નો વધારો કર્યો છે.
રાજપીપળા,તા.26
તિલકવાડા તાલુકા કોંગ્રેસના સમિતિ દ્વારા દેવલીયા ચોકડી ખાતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.
જેમાં તિલકવાડા તાલુકા કોગ્રેસના સમિતિ દ્વારા ભાજપની કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના શાસનમાં છેલ્લા 15 દિવસ દરમ્યાન ભાજપ સરકારે પેટ્રોલના ભાવમાં રૂ. ૮ અને ડીઝલમાં રૂ. ૯ નો વધારો કર્યો છે. તેની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.અને જણાવ્યું હતું કે કોવિડ-૧૯ મહામારીના સમયમાં પ્રજા આર્થિક મુશ્કેલીમાં છે. એવા સમયે મોંઘવારીનો માર અસહ્ય બન્યો છે.આ અસહ્ય પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે દેવલીયા ચોકડી પર રાજેશભાઈ ભીલ પ્રમુખ તાલુકા કોગ્રેસ સમિતિ, હરેશભાઈ વાળંદ પ્રમુખ નર્મદા જીલ્લા કોગ્રેસ સમિતિ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન મુકેશભાઈ રોહિત, નર્મદા જીલ્લાના કોગ્રેસના પ્રવક્તા મલંગભાઈ. રાઠોડ, રમેશભાઈ વસાવા, અંબાલાલ બારીયા સદસ્ય જીલ્લા પંચાયતના તેમજ તાલુકા પંચાયત સભ્યઓ,તેમજ સેલ ના ચેરમેનઓ તેમજ લઘુમતિ સેલના ચેરમેન, યુવા કોંગ્રેસ ટીમ તિલકવાડા તાલુકા કોંગ્રેસના હોદેદારો તેમજ કાર્યકરો ખુબ મોટી સંખ્યામાં હાજર રહી વિરોધ પ્રદર્શન કર્યું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા