બે જૈન સાધુઓ પર જૈન મહિલાઓને ડરાવી દુષ્કર્મ કરતાં હોવાનો આક્ષેપ.

ઈડરના પાવાપુરી જૈન તીર્થના બે જૈન સાધુ પર જૈન અનુયાયી મહિલાઓને ડરાવી દુષ્કર્મ કરવના આક્ષેપ થયા છે. ઈડર પોલીસે આ મામલે ભોગ બનનાર મહિલાઓના નિવદેન નોંધ્યા છે.

ઈડરના પાવાપુરી જૈન તીર્થના બે જૈન સાધુ પર જૈન અનુયાયી મહિલાઓને ડરાવી દુષ્કર્મ કરવના આક્ષેપ થયા છે. ઈડર પોલીસે આ મામલે ભોગ બનનાર મહિલાઓના નિવદેન નોંધ્યા છે.

ઈડરના ડૉ આશિત પ્રફુલચંદ્ર દોશીએ ઈડર પોલીસ સ્ટેશનમાં મહારાજ સાહેબ કલ્યાણસાગર અને રાજતીલક સાહેબ વિરુદ્ધ ફરિયાદ કરી છે. ટ્રસ્ટીઓની ગેરહાજરીમાં મહારાજ સાહેબ કલ્યાણ સાગર અને રાજતીલક સાગર મહારાજ બંને મહારાજ સાહેબો વિરુદ્ધ વ્યભિચારની ફરિયાદો ટ્રસ્ટીઓને મળી હતી.બન્ને મહારાજ જૈન ધર્મની મહિલા અનુયાયીઓને ધર્મની ઓથ હેઠળ ધાક ધમકી, તંત્ર મંત્ર, મેલી વિદ્યાથી ડરાવી ધમકાવી દુષ્કર્મ કરતા હોવાની ફરિયાદ મળી હતી. ત્યારે કેટલાક પુરાવા બાદ બંનેએ ગુનો સ્વીકાર્યો હતો.પરંતુ 3 જાન્યુઆરીએ સુરતની મહિલા અનુયાયીએ તેની સાથે મહારાજ સાહેબોએ દુષ્કૃત્ય કર્યાની ફરિયાદ કરી હતી. ટ્રસ્ટીઓને પીડિત પરિવારે વીડિયો અને ફોટા પણ આપ્યા હતા. આ વીડિયો અને ફોટા બંને મહારાજ સાહેબને બતાવતા બંનેએ પોતાનો ગુનો સ્વીકાર્યો હતો. અને જણાવ્યું હતું કે પોતે સંસારિક જીવનમાં પરત ફરી રહ્યા છે. પણ રાજતીલક સાગરે ધાર્મિક વડાઓ મારફતે દબાણ કરાવી કોઈ કાર્યવાહી ના થાય તેવા પ્રયાસ કર્યા હતા. આખરે ટ્રસ્ટીઓએ આ અંગે ચર્ચા કરી બંને મહારાજ સાહેબો વિરુદ્ધ ફરિયાદ કરી હતી.