“મગરના આંસુ” – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

“મગરના આંસુ”
પાત્રો:1.મુખ્ય સેકેટરી
2.ખુદ મગરભાઈ
(સ્થળ:વૈભવશાળી ઓફીસ)
સેકેટરી :આઈ રિસ્પેક્ટ.. તમારા ઉપર માન છે.. પણ આ રીતે અહી ચાલ્યા નહી આવવાનું.. શુ સમજયા?
મગરભાઈ:આપની નારાજગી સમજુ છુ.. પણ ના છુટકે આવવુ પડ્યુ..
સેકેટરી :બોલો શુ હતૂ?
મગર: આંસુઓનો સ્ટોક લાવ્યો છુ..
સેકેટરી :પણ હજી સાહેબ જોડે બે બોટલ અકબંધ પડી છે.. નકામો ખર્ચો.. સાહેબને આવા બધા ખર્ચ ઉપર સખત ચીડ છે..
મગર:પુલવામા વખતના આયોજનમાં આંસુ જ ભુલાયા ગયા હતા. તાત્કાલિક તમે મને દોડાવ્યો હતો..ખબર છે ને?
સેકેટરી :અને તમે મોકાનો ફાયદો ઉઠાવી આઠ દશ બોટલ પકડાઈ ગયા. હતા. સાહેબ કેટલુ વઢયા’તા મને..
મગર: તે હજી એ બોટલો પૂરી જ નથી થઈ?
સેકેટરી :ના હવે..
મગર: એ પછી આપણા ધણા સૈનિક શહિદ થયા. રેલ્વે ટ્રેક ઉપર મજુરો કપાઈ મર્યા.. કોરોના ને કારણે કેટલા બધા દેશવાસીઓ જાન ગુમાવ્યો.. મને એમ હતુ કે સાહેબન આ બધી બોટલ ચપટીમા ખતમ કરી નાખશે..
સેકેટરી :તુ તો મગર છે કે માણસ.. એ સાહેબ છે ગામડાની ભાડુતી રોનારી નથી. કે ગમે તેના મોત ઉપર રોવા બેસી જાય.. આંસુ વહાવાના પણ પ્રોટોકોલ હોય.. સમય હોય.. એમ કાંઈ સાહેબ આંસુ ના વહાવે..
મગર: માફ કરજો સાહેબ..
સેકેટરી:તને તો માફ કરવો જ પડે ને તુ તો ઘરનો માણસ.. આજકાલ આ તારા ઘડિયાળી આંસુનો ધંધો કેવો છે?
મગર:સાવ મંદો.. સાવ મંદો.. સાહેબના કારણે બધા રડવાની બાબતે બધા આત્મનિર્ભર થઈ ગયા છે થોડા ક મંત્રાલયો અને કહેવાતા કેટલાક સંતો કથાકારના કારણે ધંધો ટકયો છે.. બાકી હવે આ ધંધામાં ખાસ ફયૂચર નથી..
સેકેટરી :અરે મંત્રાલય ઉપરથી યાંદ આવ્યુ કે. બે ચાર બોટલો હોમ અને ડિફેન્સ મા પણ આપતો જજે.. આતો બોટલ હાથવગી હોય તો કામ આવે..
(સેકેટરી મગરના આંસુ ની ક્વોલિટી તપાસે છે. ચાર પાંચ ટિંપા આંખોમા નાંખે છે અને ખુશ થાય છે)
સેકેટરી :બોસ માલ તો એ. ગ્રેડ છે સાહેબ ખુશીથી રડી ઉઠશે..
મગર:સાહેબને કહો કોઈ દિવસ દેશ ઉપર સાચુ પણ રડે.. આંસુ જ છે ને પ્રયત્ન કરશે તો કદાચ આવી પણ જશે.. અત્યારે તો દેશની હાલત એવી છે કે શેતાન પણ ધોધમાર રડી પડે.. સાચ્મ્ સાચ.. .
સેકટરી :જો મગર માપ રહે.. કયાં પ્રયત્ન કરવા અને ક્યાં ન કરવા સાહેબને સારી પેઠે ખબર છે.. અને હા શેતાન ક્યારેય સાચુ રડતા જ નથી…
મગર: માફ કરજો પણ સાહેબ આ શેતાનના જ ઓરીજનલ સાચા આંસુ છે..અમે તો અમારા હાલ ઉપર જ રડવામા ઉંચા નથી આવતા.. ધડિયાળી આંસું તો હવે સંદતર બંધ કર્યા છે.
(કહીને મગરે પોક મુકી.. અને સેકેટરી ખડખડાટ હસવા લાગ્યો)
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા