મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તે માટે મોબાઇલ પશુ દવાખાનાનું લોકાર્પણ ગાંધીનગરથી કર્યું હતું. ૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની આ સુવિધા અંતર્ગત ટોલ ફ્રી નંબર ૧૯૬૨ ડાયલ કરવાથી વિના મૂલ્યે ગામમાં બેઠા પશુ સારવાર મળી રહેશે. માનવ સારવાર માટે જેમ 108 સુવિધા છે તે પ્રકારની આ સુવિધા પશુધનની સારવાર માટે ઉપલબ્ધ બની છે.
આવનારા દિવસોમાં રાજ્યમાં આવા ૪૬૦ જેટલા મોબાઇલ પશુ દવાખાના કાર્યરત કરીને ૪૬૦૦થી વધુ ગામોના પશુપાલકોને તેમના પશુઓની ઘેરબેઠા આરોગ્ય સંભાળ આપવામાં આવશે.