મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સ્વાસ્થ્યનું આજે સવારે ગુજરાતના અગ્રણી તબીબો દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યું છે* *મુખ્યમંત્રીશ્રી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે*

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સ્વાસ્થ્યનું આજે સવારે ગુજરાતના અગ્રણી તબીબો ડૉ. આર. કે. પટેલ અને ડૉ. અતુલ પટેલ દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યું છે*
*મુખ્યમંત્રીશ્રી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે*
*મુખ્યમંત્રીશ્રી હાલ તેઓના નિવાસસ્થાનેથી રાજ્ય સરકારની તમામ કામગીરીનું સંચાલન અને તંત્રનું માર્ગદર્શન ટેકનોલોજીના ઉપયોગથી વિડીયો કોન્ફરન્સ, વિડીયો કોલીંગ અને ટેલિફોન સંવાદ દ્વારા કરી રહ્યા છે*
*મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને આવતા એક સપ્તાહ સુધી કોઇપણ મુલાકાતીને પ્રવેશ આપવામાં નહી આવે*
*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સરકારની તમામ કામગીરીનું સંચાલન અને માર્ગદર્શન ટેકનોલોજીના ઉપયોગથી મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાબેતા મુજબ કરશે તેમ મુખ્ય મંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું છે*.