ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચ્છ જીલ્લાના ગાંધીધામ શહેરમાં ” ત્રિરંગા યાત્રાની શાનદાર ઉજવણી કરી.
ભારત દેશની આઝાદીના અમૃતકાળને યાદગાર બનાવવા તેમજ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવ્યાપી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનું આહ્વાન કર્યુ છે. જે અંતર્ગત ગુજરાતભર માં તા. ૯મી ઓગષ્ટ થી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. કચ્છ જિલ્લામાં પણ જિલ્લાસ્તરે વિવિધ કાર્યક્રમો થકી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનમાં લોકો ઉત્સાહપૂવર્ક જોડાઈને માતૃભૂમિ પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છે.
‘મારી માટી, મારો દેશ’ અભિયાનના બીજા દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ગાધીધામ શહેર (ગાંધી માર્કેટ, ચાવલા ચોક, ઝંડા ચોક) ગાંધીધામ શહેર તિરંગા યાત્રા યોજી દેશભક્તિના માહોલમાં હજારોની સંખ્યામાં ઉમટેલી જનમેદની સાથે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનમાં જોડાયા હતા. રાજ્યના ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ
દેશ ભર મા ચાલી રહેલા મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત કચ્છ મા પણ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવી રહ્યુ છે ત્યારે મીની મુંબઇ ગણાતા ગાધીધામ ખાતે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ” મારી માટી, મારો દેશ ” અભિયાન ત્રિરંગા યાત્રાની કાર્યક્રમ દેશભક્તિ ના માહોલમાં ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતો.
વતનની સેવા કરવાનો અવસર મળ્યો એ બદલ પોતાને નસીબદાર ગણાવતા ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વતનની સેવા કરવાનો લ્હાવો કોઈને જ મળતો હોય છે. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં સીમાઓ ની સુરક્ષા થકી નાગરિકોની સુરક્ષા અને સલામતી સાચવતા જવાનો અને શહીદવીરો માટે આવો વિચાર આવ્યો જેના થકી આજે પુરા દેશમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એમ કહ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કર્યો છે એમ જણાવતાં મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે જાતિ જ્ઞાતિ અને ધર્મના વાડા માંથી બહાર આવી આપણે સૌથી પહેલાં ભારતીય છીએ એવું ગૌરવ અનુભવીશું ત્યારે ‘મારી માટી મારો દેશ’ અભિયાનની ઉજવણી સાચા અર્થમાં સાકાર થશે.
આ પોતાને ગૃહમંત્રી તરીકેના કાર્યકાળ માં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી અસામાજિક તત્વોને ડામવાનું પ્રશંશનિય કામ કર્યુ છે રાજ્યમાં વ્યાજ ખોરો વિરુદ્ધ કાયદો બનાવી લોકોને પઠાણી ઉઘરાણી માંથી મુક્તિ અપાવવાનું હોય કે દીકરીઓ મહિલાઓને સુરક્ષા સલામતી આપવાની વાત હોય ગૃહમંત્રીએ ગુનાહિત પ્રવૃતિઓ અને ગુનાહિત તત્વો સામે કડક કાર્યવાહી દ્વારા ગુજરાતના નાગરિકોને સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે એમ જણાવ્યું હતું આજે યોજાયેલી તિરંગા યાત્રા તથા અન્ય દેશભક્તિ ના કાર્યક્રમ મા બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથાલીયા કલેકટર અમિત અરોરા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા
દેવજીભાઈ વરચંદ, પ્રમુખ કચ્છ ભાજપ ધવલ આચાર્ય
માજી ધારાસભ્ય ડો.નિમાબેન આચાર્ય નરેન્દ્ર પ્રજાપતિ,
અંજાર પ્રાંત મેહુલ દેસાઈ ગાંધીધામ મામલતદાર ભગીરથસિંહ ઝાલા નાયબ પોલીસ અધિક્ષક એ.વી રાજગોર ગાંધીધામ ..મુકેશ ચૌધરી અંજાર સાગર સાંબડા ભચાઉ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ જાડેજા એમ.એન.દવે.સી.ટી.દેસાઇ.એમ.ડીચૌધરી ઈશિતાબેન તિલવાણી સહિત પોલીસ અધિકારીઓ રાજકીય આગેવાનો હોદ્દેદારો તથા શાળા કોલેજ ના વિધાર્થીઓ ઉપસ્થિત રહી તિરંગા યાત્રા મા જોડાયા હતા