સામગ્રી
દસથી બાર નંગ દાબેલીના બન 500 ગ્રામ બટાકા
100 ગ્રામ શેકેલી સીંગ
1 ચમચી લાલ મરચુંઅર્ધી ચમચી મરીનો ભૂકો
દસેક વાટેલાં લીલાં મરચાં
25 ગ્રામ તલનો ભૂકો
1 ચમચી આખા ધાણા
2 ચમચી કોથમીર
10 ગ્રામ વરિયાળી
1 ચમચી આંબોળિયાનો પાઉડર
1 લીંબુ
2 ચમચી ખાંડ
1 ચમચી ગરમ મસાલો
પ્રમાણ મુજબનું બટર કે તેલ
રીત
બટાકાને બાફીને છોલીને છીણી નાખો. શેકેલી સીંગને અડધા ફાડચા રહે તેમ ખાંડી કાઢો.
ગરમ તેલમાં સીંગ નાખી મીઠું, મરચું, મરી નાખી સહેજ સાંતળો.
બટાકાના માવામાં બટાકાવડા જેવો તમામ મસાલો નાખવો કે પછી તેમાં બજારમાં મળતો દાબેલીનો મસાલો નાંખો.
દાબેલીના બનમાં કાપો કરીને પહેલા બેઉ ચટણી નાખી પછી બટાકાનું મિશ્રણ મૂકો.
દાડમ, શેકેલી સીંગ, ઝીણી ડુંગળી જુદાં રાખી દરેક બનમાં છૂટા પણ નાખી શકાય છે.
પહેલાં બટર કે તેલ મૂકીને, બન શેકીને, પછી મસાલો ભરો. મસાલો ભરીને પછી પણ શેકી શકાય.
ટોમેટો કેચપ કે સોસ સાથે પીરસી શકો છો