*વાલસુરા નેવી દ્વારા યોજાયેલ હાફ મેરેથોનમાં હજારો યુવાઓ જોડાયા. જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારઘીએ મતદાન કરવા કરી અપીલ.
જીએનએ જામનગર: દર વર્ષની જેમ આ વર્ષે પણ વાલસુરા નેવી દ્વારા શહેરના લાખોટા તળાવ ખાતે હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહેરના આશરે 2500 થી 3000 જેટલાં યુવાઓ તથા નાગરિકો જોડાયા હતા.આ વેળાએ શહેરીજનોમાં મતદાન પ્રત્યે વધુમાં વધુ જાગૃતિ આવે તેમજ જામનગર જિલ્લો 100 ટકા મતદાનના લક્ષ્યાંકને હાંસલ કરે તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડો.સૌરભ પારધીએ આ મેરેથોન દોડમાં સહભાગી થઈ નાગરિકોને લોકશાહીના પર્વમાં જોડાઈ અચૂક મતદાન કરવા અપીલ કરી હતી.આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને સ્વિપ એક્ટિવિટી અંતર્ગત મેરેથોનના રૂટ પર પોસ્ટર્સ તેમજ બેનર્સ લગાવી મતદારોને મતદાન જાગૃતિનો સંદેશો પાઠવાયો હતો.
આ પ્રસંગે ખર્ચ ઓબઝર્વરશ્રી રાય માહિમાપત રે, પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ, સનદી અધિકારી શ્રી પ્રમોદ કુમાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કલ્પના ગઢવી, શહેર પ્રાંત અધિકારી શ્રી ડી.ડી.શાહ, સ્વિપ નોડલ શ્રી ફોરમ કુબાવત વગેરે પણ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
#icmnews #news #gujaratinews