ફરજ પર હાજર હતા ને પિતાના અવસાનના સમાચાર મળ્યા તો પણ ફરજ પર અડગ ઉભા રહ્યા..એક સલામ ASI હિતુભા જાડેજા કે નામ.

જામનગર* કોરોના કાળમાં સમગ્ર દેશમાં પોલીસ પણ ફ્રન્ટલાઇન વોરિયર તરીકે ફરજ બજાવી રહી છે અને સેવા શાંતિ અને સહકારના સૂત્ર સાથે 24 કલાક અડગ ઉભી છે ત્યારે વિકટ પરિસ્થિતિઓ આવવા છતાં પોલીસ જવાનોની ફરજનિષ્ઠા ઉડીને આંખે વળગી રહી છે. સમાજ પરિવારને એકતરફ રાખી દેશસેવા અને પ્રજા પ્રત્યેની ફરજને પ્રાધન્ય આપતા પોલીસ જવાનોનાં અનેક કિસ્સા પોલીસ દળ પ્રત્યે આદર-સન્માન વધારી રહ્યાં છે.

આવું જ એક ઉદાહરણ સૌરાષ્ટ્રના જામનગર શહેરમાં પણ જોવા મળ્યું છે. એક તરફ પિતાનું અવસાન અને અંત્યેષ્ઠિની તૈયારી તો બીજી તરફ ફરજ, ત્યારે જામનગરનાં આ બાહોશ અનુભવી, વડીલ એવા પોલીસ કર્મી દ્વારા પોતાની લોકો પ્રત્યેની ફરજને પ્રાધાન્ય આપી ફરજનિષ્ઠાનું એક અનેરૂં ઉદાહરણ રજૂ કરી જામનગર પોલીસ સાથે સાથે ગુજરાત પોલીસનું સન્માન વધાર્યું છે.

જામનગરમાં સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ગુલાબનગર ચોકીમાં ફરજ બજાવતાં ASI હિતેન્દ્રસિંહ રમુભા જાડેજા જેઓ હિતુભાના હુલામણા નામથી ઓળખાય છે જેમના પિતા રમુભાનું 25મી એ અવસાન થયું. આ સમયે તેઓ ફરજ ઉપર હતાં. એટલું જ નહીં ઇદનો તહેવાર હોઇ, તેના બંદોબસ્તમાં પણ હતાં. ફરજ દરમિયાન જ તેમને પિતાના અવસાનનાં સમાચાર પ્રાપ્ત થયા. રમુભાના જયેષ્ઠ પુત્ર હોવાના નાતે પિતાની અંત્યેષ્ઠીની તમામ વિધિ પણ તેમણે જ કરવાની હતી. એટલું જ નહીં. પિતાને મુખાગ્નિ પણ તેમણે જ આપવાની હતી. તેઓ ઇચ્છતા તો ફરજ પરથી રજા લઇને ઘરે જઇ શકયા હોત, પરંતુ વર્ષોથી પોલીસ સેવાને સમર્પિત હિતુભા આ કપરા સમયમાં પણ પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું અને પિતાની અંતિમ વિધિ થોડા સમય બાદ કરવા તેમણે પરિજનોને જણાવ્યું હતું. પોતાની ફરજ પૂર્ણ કર્યા બાદ તેઓ ઘરે પહોંચ્યા અને પિતાની અંત્યેષ્ઠિમાં સામેલ થયા એક પોલીસ કર્મી તરીકેની ફરજ અદા કર્યા બાદ હિતુભાએ એક પુત્ર તરીકેની ફરજ અદા કરી ફરજનિષ્ઠાનું એક આદર્શ ઉદાહરણ પુરું પાડયું છે. તેમની આ ફરજ નિષ્ઠાની જામનગર પોલીસ બેડાના અન્ય અધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓ પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. હિતુભા દ્વારા જામનગર પોલીસની ફરજનિષ્ઠાને પણ તેમણે સન્માન અપાવ્યું છે કે આજે પોતાના પિતાના અવસાન સમયે પણ શહેર ની પ્રજા માટે પોતાની કર્તવ્યનિષ્ઠ ફરજ ન ચુકતા અડગ ઉભા રહ્યા હતા. ધન્ય છે આવા લાલ ને જે ફરજ ચૂક ન કરતા પ્રજા માટે પોતાની સેવા સહકારી અને શાંતિ પ્રદાન કરવામાં અગ્રેસર રહ્યા. GNA ન્યૂઝ પરિવાર તેમજ સમગ્ર જનતા હિતુભા ને સલામ કરે છે અને ગર્વ સાથે તેમની હૃદયસ્પર્શી સમયને કઠોરતા સાથે પ્રજાલક્ષી બનાવી પોતાની ફરજ પ્રત્યેનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. *એક સલામ ASI હિતુભા જાડેજા કે નામ*🇮🇳