કોરોનાની મહામારીએ ‘પહેલો સગો પાડોશી’ કહેવતને બદલી નાખી છે. પરંતુ કોટ વિસ્તારમાં આવેલા દરિયાપુરની પોળમાં રહેતા વિજય ડાભીએ કોરોનાની મહામારીમાં મિત્રની મદદે ઉભા રહી સાચી મિત્રતા નિભાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિજયે મિત્ર પ્રતિક પ્રજાપતિની માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમનું ઘર ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યું હતું. માતાને કોરોના થતાં સાંભળીને જ પિતાનું અચાનક જ હાર્ટએટેકથી મૃત્યુ થાય છે. માતાને કોરોના અને પિતાનું અકાળે મૃત્યુ થતાં પડી ભાંગેલા પ્રતિકની મદદે આવી વિજય 12 દિવસ સુધી પીપીઈ કીટ પહેરી પ્રતિકના ઘરે ટિફિક અને અડધો કલાક તેની સાથે દરરોજ વાત કરીને સાંત્વના આપતો હતો.
હું તેની મદદે ગયો તો પ્રતિકે તું કેમ અહીં આવ્યો તને ચેપ લાગશે એમ કહીં પરત જવા કહ્યું હતું
જીવદયાપ્રેમી વિજય ડાભીએ જણાવ્યું હતું કે, દરિયાપુરમાં ‘પોળમાં સાથે રમી મોટા થયેલા મિત્ર પ્રતિક પ્રજાપતિનો ફોન પર કહ્યું કે, મારી મમ્મીને કોરોના પોઝિટવ આવ્યો છે. કોરોનાને લઇ ઘરના સભ્યો ના પાડતા હોવા છતાં મિત્રની તકલીફમાં સાથ દેવા તેના ઘરે જવાનું નક્કી કર્યું. પીપીઈ કીટ ખરીદીને તેને પહેરીને જ્યારે હું તેની પોળમાં ગયો ત્યારે લોકો મને એ નજરે જોઈ રહ્યાં હતા જાણે મેં કોઈ મોટુ પાપ કર્યું હોય. ઘરે જતા પ્રતિકે કહ્યું કે તુ કેમ અહીં આવ્યો તને ચેપ લાગશે તો એવું કહીને મને પાછુ જવાનું કહ્યું પણ મેં તેને કહ્યું કે, તું ડરીશ નહી હું પુરતી સાવધાની સાથે આવ્યો છું અને મને કઈ નહીં થાય. તારે શું તકલીફ છે એ કહે. પ્રતીકે કહ્યું કે, માતા તો એસવીપીમાં દાખલ છે પરંતુ હાલ ઘરમાં ખાવાની પીવાની વસ્તુ ખુટી પડી છે. વિજયે ટિફિન કાલથી આવી જશે તેવું કહ્યું હતું. અને પછી દરરોજ PPE કીટ પહેરી ટિફિન આપી મિત્રતા નિભાવી હતી.