સેનેટાઈઝર વાપરતા પેલા વાચીલો. ગુજરાતમાં સેનેટાઈઝર્સની ચકાસણી થતા ૧ર૩ માંથી ૮૦ સેમ્પલ ફેઈલ…!

ગુજરાતમાં ખોરાક અને નિયમન તંત્ર દ્વારા વિશેષ ડ્રાઈવ હેઠળ કરાયેલ ચકાસણી દરમિયાન વિવિધ પ્રોડક્ટના સેનિટાઈઝર્સના ૧૪૩ સેમ્પલમાંથી ૮૦ સેમ્પલ ફેઈલ નીકળતા નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતના નાગરિકોને ગુણવત્તા યુક્ત દવાઓ અને સેનીટાઈઝર મળી રહે તે માટે રાજય સરકાર કટીબદ્ધ છે. રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કોરોનાના કપરા કાળામાં ૧ર૩ સેમ્પલ લેવામાં આવ્યા જે માંથી ૮૦ સેનીટાઈઝરના સેમ્પલ નાપાસ થયા છે. ગુજરાતના ઔષધ નિયમન તંત્ર દ્વારા આ અંગે વિશેષ ડ્રાઈવ ચલાવીને નકલી હેન્ડસેનીટાઈઝરનો જથ્થો પકડી પાળ્યો છે. જેની વિગતો ઔષધ નિયમન તંત્ર વડા ડો. કોશિયાએ આપી હતી.
તેમણે કહ્યું કે, હાલની આ કોવિડ-૧૯ પરિસ્થિતિ દરમિયાન હેન્ડ સેનીટાઈઝરની માંગ તથા વપરાશમાં ખૂબ મોટો વધારો થયો હોવાથી તેની ક્વોલિટીમાં કોઈ ચેડા ના કરે કે બનાવટી અથવા નકલી હેન્ડ સેનીટાઈઝર બઝારમાં ના પ્રવેશે તે અંગેની સતર્કતાના ભાગરૃપે માહે માર્ચ-એપ્રિલ-મે-ર૦ર૦ દરમિયાન કુલ ૧ર૩ હેન્ડ સેનીટાઈઝરના નમુના લઈને પ્રયોગશાળામાં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા છે. જેનું હાલમાં પૃથ્થકરણ ચાલુ છે તથા ૮૦ નમૂના અપ્રમાણસર જાહેર થતા તેની માહિતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલ છે.
આ ફેઈલ થયેલ નમૂનાઓ મે. નિરવ હેલ્થકેર દ્વારા અને મે. રાજ કોસ્મેટીક દ્વારા ઉત્પાદીત છે. જે નમૂનાઓ અપ્રમાણસર થયેલ છે તેમાં ઈથાઈલ આલ્કોહોલની ટકાવારી તેના લેબલ ક્લેઈમ કરતા ઓછી જણાયેલ છે. આથી સદર હેન્ડ સેનીટાઈઝરનો વપરાશ જીએમએસસીએલ દ્વારા તાત્કાલિક બંધ કરાવવામાં આવેલ છે તથા સપ્લાયર સામે જીએમએસસીએલ દ્વારા ટેન્ડરની જોગવાઈ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે તથા અપ્રમાણસર સેનીટાઈઝર અંગે ડ્રગ એક્ટ હેઠળ નિયમો મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વેબસાઈટ ઉપર જે એકસઈન્ડિયા સોટવેર બાબતે સમાચારમાં ઉલ્લેખ છે તે સોટવેર વર્ષ-ર૦૧૧ માં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે. જેની ઉપયોગીતા ધ્યાને લઈ ભારત સરકારે વર્ષ-ર૦૧ર-૧૩ નો નેશનલ ઈ-ગવર્નન્સ ગોલ્ડ એવોર્ડ એનાયત કરેલ છે તથા આ ગુજરાત મોડલને દેશના ૧૯ રાજ્યો ઉપયોગ કરી રહ્યાં છે.