અમદાવાદના સ્મશાનગૃહમાં જગ્યા ન હોય અગ્નિસંસ્કાર કરવા ગાંધીનગરના સ્મશાનગૃહમાં બોડી મોકલવામાં આવી

દેશમાં કોરોનાવાયરસે માઝા મૂકી છે, ત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે. ત્યારે અન્ય બિમારીઓથી લઈને કોરોનાની બીમારીથી મૃત્યુ પામેલી બોડીને અગ્નિસંસ્કાર કરવા અમદાવાદ સ્મશાનગૃહમાં જગ્યા ન હોવાથી ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. આ બોડી રાત્રે, અથવા સવારે વહેલા CNG ગેસની ભઠ્ઠીમાં બોડીને અગ્નિસંસ્કાર આપવામાં આવે છે. અમદાવાદમાં હોસ્પિટલો પેક છે તેમ હવે સ્મશાનગૃહો પણ કોરોનાની બોડી માટે પેક થઈ ગયા છે.

ગાંધીનગર સ્મશાનગૃહ ખાતે સેવાભાવી એવા જીલુભા ધાંધલ દ્વારા માહિતી મળેલ, તે મુજબ રોજબરોજ બે બોડી આવી રહી છે. અમદાવાદમાં કદાચ સમશાનગૃહમાં જગ્યા નહીં હોવાથી અને પેક હોવાથી અહીં બોડી મોકલી રહ્યા છે,ત્યારે જીલુભા ધાંધલ દ્વારા સ્મશાનનું મોનીટરીંગ કરી રહ્યા છે. સારામાં સારી સેવા અને ઉત્કૃષ્ટ ગુડવર્ક કરનારા જીલુભા પોતે કોરોના વાયરસના પગલે પણ ડેઇલી સ્મશાનમાં સેવા કરવા જાય છે. ત્યારે કોરોના વાયરસના પગલે હવે સ્મશાનમાં પણ ડાઘુઓની સંખ્યા ઘટી ગઈ હોય તેવું પણ જણાવ્યું છે. ગાંધીનગરનું મુક્તિધામ હવે ગાંધીનગર અમદાવાદ મુક્તિધામ બની ગયું છે.

તસ્વીર. રિપ્રેઝન્ટેટીવ.